Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

જસદણ : ડોડીયાળી ગામના જુના ગામ વિસ્તારમાં ગંદકી-મચ્છરનો ત્રાસ :

જસદણ તાલુકાના ડોડીયાળી ગામના જુના ગામ વિસ્તારમાં રામજી મંદિરની સામે બાજુ આવેલ આંગણવાડી કેન્દ્ર પાસે કે જેમાં ૦થી પ વર્ષના બાળકો હોય છે તેની બિલકુલ સામે છેલ્લા કેટલાય સમય પાણી ભરાય છે. ગંદકીના થર થયેલા રહે છે. સ્થાનિક સતાવાળાઓને આ બાબત ધ્યાનમાં લેવા અંગે સ્થાનિક ગ્રામજનોની અનેક રજૂઆત છતાં મહીનાઓથી ગંદકી અને મચ્છરનો ત્રાસ ભોગવી રહ્યા છે. સરકારશ્રીનું સ્વચ્છ ભારત અભિયાનને ખીચામાં નાખી દેવામાં આવ્યો હોય તેવો નજારો દેખાય છે

(1:50 pm IST)