Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ઓખામાં બોર્ડના વિદ્યાર્થીઓને સફળતાની શુભેચ્છા અપાઇ

ઓખાઃ  ઓખા મંડળમાં અલહેદરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રષ્ટ છેલ્લા ત્રણ વર્ષથી ધો.૧૦ અને ૧૨ના તમામ સમાજના વિદ્યાર્થીઓને ફ્રી ટીયુશન કલાસ ચાલુ કરેલ છે. આ વર્ષે પણ ઓખા અને મીઠાપુર ખાતે ઉચ્ચ અને અનુભવી શીક્ષકો દ્વારા આ શીક્ષણ સેવા કાર્ય ચાલુ કરવામાં આવેલ. જેમાં અનેક વિદ્યાર્થીઓએ લાભ લીધેલ. ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને ગણતરીની કલાકો બાકી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે તે માટે ઓખાના ડો.અનવર જેઠવા તથા અગ્રણીય વેપારીઓ દ્વારા બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ટેન્શન મુકત રહે અને સારા માર્કે ઉર્તીણ થાય તે માટે આશીર્વાદ આપ્યા હતા. અને વાલીઓ પણ વિદ્યાર્થી પર બીન જરૂરી દબાણ ન થોપવા અનુરોધ કર્યો હતો. તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ ભરત બારાઇ)

(2:02 pm IST)