Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

દુનિયામે હમ આયે હે તો જીના હી પડેગા... ની અનોખી દાસ્તાન

સુરેન્દ્રનગરમાં સાઇકલ ઉપર ઘરવખરીનાં સામાન સાથેની થેલીઓ રાખી જીવન ગુજારતા રહીમભાઇ ખલીફા

હોટલમાં કામ કરીને ખાઇ પી લ્યેઃ થેલીઓમાં તાળા

વઢવાણ, તા.૮: સુરેન્દ્રનગર શહેરમાં મુસ્લીમ સમાજના આઘેડ વયના રહીમભાઇ બસસ્ટેન્ડ પાછળ આવેલ મામાની જાણીતી હોટલમાં વહેલી સવારના આવી જાય છે અને મામાની હોટલમાં પરીવારના સભ્ય જેમ કામ કરી એમાં એને જે મળે છે એમા એ સંતોષ માની અને એનુ જીવન વિતાવી રહ્યો છે.

જોરાવર નગરમાં એના પરિવાર જતો રહેતો હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. છતા રહીમ પોતે જાત મહેનત કરી અને એના પેટનો ખાડો પુરી રહ્યો છે.

રહીમ પોતાની સાયકલ ઉપર જ પોતાની સાથે જ ઘર સામાન થેલીઓ રાખતો હોવાનુ પુરવાર થયુ છે. રહીમ ખલીફા પોતાના સાયકલ ઉપર બાર જેટલી થેલીઓ લટકાડી જ હોય. આ થેલીમાં પાણી બાટલા હોય, પહેરવાના કપડા હોય, ખાવા માટેના પડીકા હોય, આવુ બધુ જ સર સામાન થેલીઓમાં હોય.

નવાઇની વાત તો એ છે કે આ રહીમ ખલીફા થેલીઓ ભેગી કરી સાંકળ બાંધી તાળા મારી થેલીઓને રાખે છે. કારણ એનુ ઘર અને ઘરવખરી સાયકલ અને થેલીઓ જ છે? ત્યારે રહીમ ખલીફાના મામાની હોટલમાં આવતા અનેક નાના મોટા વર્ગમાં લોકો રહીમને ઓળખે અને માનપાન સ્વમાનથી બોલાવે. આમ રહીમને અડધુ ગામ હોટલના કારણે ઓળખે કયારેક એમ.પી.શાહ કોલેજના ગ્રાઉન્ડમાં મળે અથવા રાત્રીના જોરાવરનગર ચોકમાં જોવા મળે. ત્યારે રહીમ કહે છે દુનીયામે હમ આયે હે તો જીના હી પડેગા! આવા આ રહીમની દાસ્તાન છે.(તસ્વીર.અહેવાલઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)(૨૩.૩)

(12:09 pm IST)