Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

કચ્છમાં પુલ નીચે કાર ખાબકતા મિત્રના લગ્નમાંથી પરત ફરતા ૨ યુવકોના મોત

ભુજ તા. ૮ : ગઈકાલે મોડી રાત્રે ભુજના નિરોણા અમરગઢ પાસે કાર પલટી ખાઈ જતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ભુજના જેષ્ટાનગરમાં રહેતા મહેશ શાંતિલાલ પોકાર અને લોરીયા ગામના શિવુભા હેમરાજજી જાડેજા નામના ૨૨ વર્ષીય બે યુવાનોના મોત નિપજયા હતા.

જયારે અન્ય ચાર યુવાનો ગજુભા સુજાજી જાડેજા, બળવંતસિંહ ઉમરાજી જાડેજા, અમરસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા ને ઈજાઓ થતાં તેમને ભુજની અદાણી જીકે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જયાં તેમની હાલત સુધારા પર છે.

(12:05 pm IST)