Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

જામનગરના મોટી ખાવડીમાં પ્રેમિકાએ પ્રેમીના ૧૧ વર્ષના પુત્રને કેરોસીન પીવડાવી સળગાવીને મારી નાંખવાનો પ્રયાસ

જામનગર તા. ૮ : જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે ગૌશાળા પાસે રહેતા હિતેશ રમેશભાઈ રાઠોડ ઉ.વ. ૩૦ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, હિતેશને આ કામેના આરોપી સગીતા રાજુભાઈ સાથે પ્રેમસંબંધ હોય અને ફરીયાદી પત્નિ રૂપાબેન ફરીયાદી હિતેશ સાથે રહેતી હોય જે આરોપી સંગીતાને ગમતું ન હોય અને ફરીયાદી હિતેશ પાસે અવાર નવાર રૂપિયાની માંગણી કરતી હોય અને બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપતી હોય અને તા. ૭ ના રોજ  હિતેશના પુત્ર સાયર ઉ.વ. ૧૧ ને આરોપી સંગીતાએ કેરોસીન પીવડાવી અને બાકીના આરોપીઓ લક્ષ્મી રાજુભાઈ, અનસુા રાજુભાઈ રહે. ત્રણેય જામનગરવાળાઓ તથા ચારેક અજાણ્યા માણસોએ સાયરને પકડી રાખી આરોપી સંગીતાએ દિવાસળી ચાંપી તેને મારી નાખવાના ઈરાદે સળગાવતા શરીરે દાઝી જતાં આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગૂન્હો કરેલ છે.

(12:05 pm IST)