Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

મોરબી અને નાની વાવડીમાં વર્લીના આંકડા લેતા પાંચ શખ્સો પકડાયા

બેલા પાસે રમેશ દેશી દારૂ સાથે ઝડપાયો : એલસીબીના દરોડા

મોરબી તા. ૮ : મોરબી અને નાની વાવડીમાં એલસીબીએ દરોડા પાડીને વરર્લીના આંકડા લેતા ૫ શખ્સોને ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઈ આર ટી વ્યાસ, સંજય મૈયડની ટીમે બાતમીને આધારે મોરબીના વાવડી રોડ પરના મીરા પાર્ક પાસે જાહેરમાં વરલીનો જુગાર રમતા ભરત ટપુ સવસાણી રહે મોરબી રાજનગર, નવીન ચતુર ચારોલા રહે મીરાપાર્ક વાવડી રોડ અને અલી હાસમ કાંસમાણી રહે મોરબી લાયન્સનગર વાળાને ઝડપી લઈને રોકડ ૬૨૫૦ તેમજ ત્રણ મોબાઈલ સહીત ૧૨,૨૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપી સતીશ લોહાણા રહે. મોરબી સામાકાંઠા વાળાનું નામ ખુલ્યું છે.

તેમજ નાની વાવડી ગામે ભગવતી પાર્કમાં વરલી જુગાર રમતા આરોપી ગોરધન ગોવિંદ કૈલા અને પ્રવીણ લક્ષ્મણ પડસુંબીયા રહે બંને ભગવતી પાર્ક વાળાને ઝડપી લઈને મોબાઈલ ફોન તેમજ રોકડા ૨૮,૫૦૦ સહીત કુલ ૩૦,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

જ્યારે મોરબી જેતપર રોડ પર બેલા ગામ નજીક મોટરસાયકલ પર હળવદના સુંદરગઢ ગામના રમેશ ગોરધન ચરમારી દેશી દારૂ લઇ આરોપી વિજયને આપવા જતો હોય જેને ઝડપી લઈને મોટરસાયકલ તેમજ દેશી દારૂ સહીત ૧૧,૨૮૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

(12:05 pm IST)