Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

વાંકાનેર દારૂના ગુન્હામાં એક વર્ષથી વોન્ટેડ સાગર મેર પકડાયો

રેન્જની નાસતા ફરતા સ્કવોડે દબોચી લઇ વાંકાનેર પોલીસને સોપ્યો

રાજકોટ તા.૮: વાંકાનેરના દારૂના ગુન્હામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને રેન્જની નાસતા ફરતા સ્કવોડે ઝડપી લીધો હતો. રેન્જના અલગ અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા બનાવાયેલ સ્પેશ્યલ સ્કવોડ ટીમના પો.સ.ઇ. એમ.વી.પટેલ તથા સ્કવોડ માણસોને હકીકત મળતા પો.સ.ઇ. પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મદારસિંહ મોરી તથા ભગવાનભાઇ ખટાણા એ વાંકાનેર સીટી પો.સ્ટે. પ્રોહી. ગુર.નં. ૫૦૬૪/૧૮ પ્રોહી. કલમ ૬૬ઇ વિ. મુજબના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપી સાગર મનસુખભાઇ મેર રહે. નાળીયેરી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળો જીનપરા જકાતનાકા પાસે આવેલ હોવાની હકીકત મળતા ત્યાંથી ધોરણસર અટક કરી વાંકાનેર સીટી પો.સ્ટે. ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(12:01 pm IST)