Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ભાવનગર જિલ્લામાં ધો.૧૦ ની પરીક્ષામાં ૭૮ર વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા

ભાવનગર, તા., ૮: શહેર જીલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર આજે પ્રથમ દિવસે તમામ પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી મોં મીંઠુ કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષાનો શાંતિપુર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.

ધો.૧૦માં પ્રથમ દિવસે ગુજરાતી ભાષાના પેપરમાં નોંધાયેલા કુલ ૩૯,૪૧૯ પૈકી ૩૮,૬૩૭ વિદ્યાર્થીઓ હાજર રહયા હતા અને ૭૮ર ગેરહાજર રહયા હતા. સવારે ધો.૧રના સહકાર પંચાયતમાં નોંધાયેલ તમામ ૪૬ વિદ્યાર્થી હાજર રહયા હતા.

બપોરના સમયે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં નામાના મુળતત્વો વિષયના પેપરમાં કુલ ૭૩૩૪ પૈકી ૭ર૩૬ વિદ્યાર્થીઓ હાજર રહયા હતા અને ૯૮ વિદ્યાર્થી ગેરહાજર રહયા હતા.

(12:00 pm IST)