Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સુરેન્દ્રનગરમાં ધોરણ ૧૦-૧૨ની પરિક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

અધિકારીઓએ પરિક્ષાર્થીઓને ફુલ આપી મોં મીઠા કરાવ્યા

સુરેન્દ્રનગર તા. ૮ : આજથી એસ.એસ.સી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ એચ.એસ.સી. પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં શુભારંભ થયેલ છે.  પરીક્ષાર્થીઓને કોઇપણ તકલીફ ન પડે અને શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવેલ છે.

જિલ્લામાં શરૂ થયેલ એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાનો જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ. બારડ અને નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઇ ટોલીયા અને ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડયાએ પરિક્ષાર્થીઓને વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે ગુલાબનું ફુલ અને મો મીઠુ કરાવી શુભેચ્છા સહ પરીક્ષાખંડમાં પ્રવેશ કરાવ્યો હતો.  

જિલ્લામાં ધોરણ ૧૦ માં ૨૯૫૬૫ પરીક્ષાર્થીઓ ૧૦૧ પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા આપી રહયા છે. જયારે એચ.એસ.સી. ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહના ૧૩ પરિક્ષાકેન્દ્ર ઉપર ૨૨૦૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહેલ છે. જયારે સામાન્ય પ્રવાહના ૬૦ કેન્દ્રો ખાતે ૧૪૭૮૧ પરીક્ષાર્થીઓ પરિક્ષા આપી રહયા છે. જિલ્લામાં એચ.એસ.સી. અને એચ.એસ.સીના કુલ ૪૬૫૫૧ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહયા છે. તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

સંવેદનશીલ કેન્દ્ર ઉપર એસ.આર.પી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કલેકટરશ્રી કે. રાજેશના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને બોર્ડ દ્વારા વિજીલન્સ સ્કોર્ડ પણ રાખવામાં આવેલ છે. આવા કેન્દ્ર ઉપર કલાસ-૧ અને કલાસ-૨ અધિકારીઓને પરિક્ષા કેન્દ્ર ઉપર હાજર રાખવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ ગભરાયા વગર શાંત ચિત્ત્।ે પરીક્ષા આપી શકે તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ધ્રાંગધ્રા તાલુકામાં મધ્યાહન  ભોજન યોજનાના કેન્દ્રમાં ભરતી

મામલતદાર – ધ્રાંગધ્રાની યાદીમાં જણાવ્યા પ્રમાણે ધ્રાંગધ્રા પ્રાથમિક શાળા નં.-૧૪ ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, ધ્રાંગધ્રા ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા.૨૮ સુધીમાં મામલતદાર કચેરી ધ્રાંગધ્રા ખાતે પરત કરવાના રહેશે.

મુળી તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર

મામલતદાર – મુળીની યાદીમાં જણાવ્યા પ્રમાણે મુળી વગડીયા(વાડી)પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, ધ્રાંગધ્રા ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા.૧૮ સુધીમાં મામલતદાર કચેરી ધ્રાંગધ્રા ખાતે પરત કરવાના રહેશે.

દસાડા (પાટડી) તાલુકો સ્ટાફની નિમણૂંક

મામલતદાર – દસાડા(પાટડી)ની યાદીમાં જણાવ્યા પ્રમાણે દસાડા(પાટડી)  વચ્છરાજપુરા પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, પાટડી ખાતેથી મેળવી સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા.૨૦ સુધીમાં મામલતદાર કચેરી પાટડી ખાતે પરત કરવાના રહેશે.

(10:03 am IST)