Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સરકારી શાળાઓના શિક્ષણની ગુણવતા હવે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની થશે

મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતીમાં આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા સાથે એમ.ઓ.યુ.

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૮ :.. ગુજરાત રાજયની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવતાનું સ્‍તર ઉંચું થઇ રહ્યું છે જેના નમૂનારૂપે પ્રતિ વર્ષ ખાનગી શાળાઓને છોડીને છાત્રો સરકારી શાળાઓમાં આવવા લાગ્‍યા છે. જયારે રાજયની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવતાને આંતર રાષ્‍ટ્રીય સ્‍તરની બનાવવાની પહેલના ભાગરૂપે ગુજરાતે દેશભરના રાજયમાં પ્રથમ પ્રશંસનીય પહેલ કરીને ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર તથા પ્રફુલભાઇ પાનસેરીયા તથા ઉચ્‍ચ શિક્ષણ અધિકારીઓ સાથે આંતર રાષ્‍ટ્રીય ખ્‍યાતનામ સંસ્‍થા ઓર્ગેનાઇઝેશન કોર ઇકોનોમીક કો. ઓપરેશન તથા ડેવલપમેન્‍ટ સાથે એમ. ઓ. યુ. કરાર થયા હતાં. રાજય સરકારે આ એગ્રીમેન્‍ટ દ્વારા રાજયની સરકારી શાળાઓના શિક્ષણના સ્‍તરને ઉંચુ લાવવા માટે પ્રોગામ ફોર ઇન્‍ટર નેશનલ સ્‍ટુડન્‍ટ એસેસમેન્‍ટમાં સરકારી શાળાના છાત્રો પણ સહભાગીદારીતા કરશે. તથા પીસા બેઇઝ ટેસ્‍ટ ફોર સ્‍કૂલ્‍સ પી. બી. ટી. એસ. હવે સરકારી શાળાઓમાં પણ લેવામાં આવશે તથા વિશ્વવ્‍યાપી એજયુકેશન સિસ્‍ટમ્‍સનો ઉપયોગ સ્‍કીલ તથા નોલેજ સાથે ટેસ્‍ટનો અનોખો પ્રયોગ સરકારી શાળાના છાત્રોમાં કરીને તેમનું શિક્ષણ સ્‍તર આંતર રાષ્‍ટ્રીય કક્ષાએ પહોંચાડવા રાજય સરકાર દ્વારા ખાસ આયોજન દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં આયોજન થયુ છે જે ખુબ જ આવકારદાયક બનશે.

 

(11:43 am IST)