Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ભુજમાં ઘરેલુ કંકાસમાં મહિલાએ ઘરમાં અગ્નિસ્‍નાન કરતાં અફડાતફડી

જાણીતા સોની વ્‍યાપારી પરિવારની મહિલાના આપઘાતના પ્રયાસથી ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ : ભુજના પોશ ગણાતા વિસ્‍તાર જયુબીલી કોલોનીમાં જાણીતા સોની પરિવારની મહિલાના અગ્નિસ્‍નાન કરવાના બનાવે ચકચાર સર્જી છે.

ગઈ કાલે સાંજે પોતાના ઘેર ૪૮ વર્ષીય નિમિષાબેન હર્ષદ બુદ્ધભટ્ટીએ પોતાના ઉપર પેટ્રોલ રેડી અગ્નિસ્‍નાન કરતાં ઘરમાં આગ લાગવાની સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘરેલુ કંકાસના પગલે આ બનાવ બન્‍યો હોવાનું જાણવા મળેલ છે.

દરમ્‍યાન ફાયર ફાઇટર ઘટના સ્‍થળે દોડી ગયું હતું અને આગ બુઝાવી હતી. દાઝી ગયેલ નીમિશાબેન સારવાર હેઠળ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(10:46 am IST)