Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

શુદ્ધ ભાવના અને સંપ હોય તેને જીવનમાં કોઇ રોકી શકે નહીં : જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષી

પોરબંદરના રંગબાઇ માતાજી મંદિરે તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકાર દિલીપ જોષીએ પરિવારજનો સાથે દર્શન કર્યાઃ જિર્ણોધ્ધાર તિથી ઉત્સવના યજ્ઞમાં હાજરીઃ સન્માન

ગોસા(ઘેડ) તા.૮ : પોરબંદર નજીક રંગબાઇ માતાજી મંદિરે મંદિરની જીર્ણોધ્ધાર તિથી ઉત્સવ અને યજ્ઞમાં તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરીયલના કલાકાર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષીએ તેમના પરિવારજનો સાથે હાજર રહીને દર્શન કર્યા હતા.

રંગબાઇ માતાજીના દર્શન કર્યા બાદ ઉપસ્થિત તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ફેઇમ કલાકાર  જેઠાલાલે (દિલીપભાઇ) જોશીએ તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં પ્રાત્ર  ભજવતા હોય તેમ રમુજી સ્ટાઇલમાં જણાવેલ કે સંપ, શુદ્ધ ભાવના અને એકતા તમરા જીવનમાં હોય તેને કોઇ કયારે રોકી શકે નહી જે આજે હું આપ સૌમાં જોઇ રહ્યા છે. દર વખતે અહી માતાજીના દર્શન કરવા આવું છું તેના કરતા છેલ્લા બે વર્ષથી આ કાર્યમાં કઇક નવીનતા ભર્યું સમાજનું નિર્માણ જોઇ ખુશી વ્યકત કરૂ છું આવુંને આવું સમાજમાં માતાજી સદા રાખે તેવી માતાજી પાસે પ્રાર્થના કરેલ તેમજ ખાસ કરીને યુવાનોમાં વ્યસનો વ્યાપવાથી જે અત્યારે મહા ભયંકર રોજ નવા નવના રોગના વાયરા સાંભળીએ છીએ તેનું મુળભુત કારણ પાન, માવા, તમાકુ અનેગુટકાના ખોટા વ્યસનો છે ત્યારે સમાજમાં જે આવા વ્યસનો વ્યાપેલ છે તેને તિલાંજલી આપીને સમાજમાં નવચેતના લાવીએ અને સમૃદ્ધ સમાનનું નિર્માણ કરીએ. તોજ સમાજ ટકી શકશે.

વાલીઓએ પોતાનો બાળકોને ખાસ ભણાવવાનો રણટંકાર કરેલ હતો. જયારે ઉલ્ટા ચશ્માના પ્રસંગમાં દયાભાભીનો અવાજ પ્રેક્ષક ગણમાંથી ઉઠતા તેના પ્રત્યુતમં જેઠાલાલે રમુજ સાથે જણાવેલ કે હું..દયા મેરી દયા તો સામેજ છે. ધર્મપત્નિ તરફ અંગુલી સીધીને જણાવેલ હતું ભાઇ જેઠાલાલ જેઠાલાલ કહો કાયમ તમોસાથે જ જુઓ છો નટુકાકા કા નામ તમે લો ભૈ લેકીન વો પગાર વધારો માંગેગા. બબીતા બબીતા હં...ભૈ દયા કો જીવનમે ભગવાન એકબાર હી દયા હૈ ઉસમેસંતોષ રખના લેકિન દુખી હોને પડેગા...ડાયલોગ  કરીને પ્રેક્ષણગણમાં રમુજી ફેલાવી હતી. તેમજ માં રંગબાઇ માતાજી સૌને નિરોગી રાખે અને સુખસમૃદ્ધિ સાથે ઉપસ્થિત દરેક સમાજ ઉન્નતિકાર પ્રગતિ સાધે તેવી માતાજી પાસે આરાધના સાથે દર વર્ષે આવા મેળાવડામાં આપણે સાથે હળીમળીને માતાજીનો મંદિરનો ઉત્સવ ઉજવીએ તેમજ આવા મેળાવળાઓમાં મને આપી સાથે સૌને મળવાનો લ્હાવો મળેછે તે બદલ આયોજકોને પણ આભાર વ્યકત કર્યો હતો તેમજ ઉપસ્થિત ચાહકોને સાથે ફોટા ફંકશન સાથેસેલ્ફીઓ લીધી હતી જેમાં સુભાષ નગર અને ઓડદર બીટના પોલીસ ગણે પણ સેલ્ફી સાથે ફોટા લીધા હતા ત્યારે બાદ તેમના સુરાપુરા દાદાના દર્શને નીકળી ગયા હતા.ક

રંગબાઇ મંદિરના ૧૯૮ર થી એટલે કે ૩૮ વર્ષથી ઉજવાતા રંગબાઇ માતાજીના જિર્ણોધ્ધાર તિથી ઉત્સવ અને શાંતિસુખાકારી યજ્ઞ વિધિ સવારે ૭ વાગ્યાથી શરૂ થઇ હતી. ૧૧ વાગ્યાથી ઉપસ્થિત મહાનુભાવોમાં નારણજીભાઇ ભાણજી જોશી (મસ્કત) ઓમાન તેમજ અતિથિ વિશેષમાંં સી.એ.-મુંબઇના કિશોરભાઇ પરસોતમભાઇ જોશી, જીનવલા જેઠાલાલ જોષી (એમ.આર.આઇ. દારેસલામ-આફિકા તેમજ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ફેઇમ કલાકાર જેઠાલાલ (દિલીપભાઇ) જોશી સહ પરિવારની ખાસ ઉપસ્થિતીમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મેનેજિંગ ટ્રસ્ટી લાલજીભાઇ નાથાલાલ જોશીએ પોતાના પ્રવચનમાં જ્ઞાતિસમાજને ભાઇ ચારાની ભાવના સાથે શૈક્ષણિક સમાજનું  નિર્માણ કરવા આહવાન કર્યું હતું કારણ કે શિક્ષણ વિના સમાજનો ઉધ્ધાર ન થાય માટે શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવા હાલક કરી હતી.

બર્ડાઇ બ્રહ્મસમાજની કુળદેવી રંગબાઇ મંદિર છે ત્યાં વર્ષો પહેલા એક નાની ડેરી હતી. અને ત્યા બડા/ર્ઇ બ્રહ્મસમાજના લોકોની કુળદેવી હોય વાર તહેવાર નેવેદ્ય કરવા આવતા હતા ત્યારે બર્ડાઇ બ્રહ્મસમાજના લોકોના સહયોગથી અત્યારે વટવૃક્ષ સમાન કલાત્મક નિર્માણ પામેલ રંગબાઇ મંદિર રંગબાઇ સાથે અન્નપૂર્ણ માતાજી, ત્રિકમાચાર્ય બાપુ, સુર્યાય માતાજી તેમજ જલારામ બાપાના મંદિર કલાત્મક શોભાયમાન થાય છે. રંગબાઇ માતાજીના મંદિર પરિસરમાં અને કવિધ સુવિધાઓનો યુવાન જનરેશનમાં કારોબારીમાંં આવેલ પરિવર્તનથી સુધારા વધારા થતા આવ્યા છે. અત્યારે આ મંદિર પરિસરમાં ગોસા (ઘેડ) ના મુળ વતની અને હાલ મુંબઇ નિવાસી રંગબાઇ ભારદ્વાજ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટ (તારક મહેતાના ઉલ્ટા ચશ્માં ફેઇલમ કલાકાર જેઠાલાલ (દિલીપભાઇ જોષી) ના પિતાશ્રી વિઠ્ઠલભાઇ જોશી તેમજ લાલજીભાઇ નાથાલાલ જોશીના નેજા તળે મંત્રી તરીકે ગોસા(ઘેડ)ના બર્ડાઇ બ્રહ્મસમાજના યુવાન મુકેશભાઇ તેમની ટીમના અથાગ પ્રયાસોથી મંદિર એક નયનરમ્ય કલાત્મક શોભાયમાન થાય છે. આ મંદિરમાં કયાંય પણ ચુનાની દિવાલ નજરે પડતી નથી. મંદિર પરિસર આરસથી મઢવામાં આવેલ છે.

રંગબાઇ મંદિરના મહોત્સવમાં ઉપસ્થિત સૌ સમુદાય માટે મહાપ્રસાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં અસંખ્ય ભાવિકજનોએ ઉપસ્થિત રહીને રંગાઇ માતાજીના પ્રસાદનો રસાસ્વાદ માણ્યો હતો લોકડાયરામાં કલાકારોમાં મનસુખગીરી ગોસ્વામી, નિીમષા મોઢા તથા તેમના સાથી સાજીદોના સથવારેડાયરાનો મોજ કરાવી હતી જયારે હાસ્યરસ અને કાર્યક્રમનુંસંચાલન યુનિયન બેંકના કર્મચારી દિનેશભાઇ જોશીએ કર્યું હતું કાર્યક્રમને પાર પાડવા માટે મુકેશભાઇ એન. અને મુકેશભાઇ આર.જોષી, હરીશભાઇ જોશી તેમજ તેમની રંગબાઇ ભારદ્વાજ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાન કાર્યકરભાઇઓએ જહેમત ઉઠાવી હતી.

(12:53 pm IST)