Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

સુરેન્દ્રનગરમાં કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં આયોજનની બેઠક યોજાઇ

વઢવાણ,તા.૮: સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના કામો હાલ પૂર ઝડપે થઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ની આયોજન બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને ખાસ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ધોરીયા હાજર રહ્યા હતા.

ત્યારે જિલ્લાનો અને જિલ્લાના પ્રશ્નના આયોજન લક્ષી નિર્ણય લઈને ઝડપથી ઝડપી નિરાકરણ લાવી જિલ્લાનો વ્યવસ્થિત રીતે વિકાસ થાય એવા પ્રયાસો હાથ ધરવા માટે આજે જિલ્લામાં આયોજનની બેઠકમાં સુરેન્દ્રનગર જીલ્લાના ધારાસભ્ય માં વઢવાણ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ ચોટીલા ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા અમે અને જિલ્લા વહીવટીતંત્ર આયોજનની બેઠકમાં જોડાયું હતું

ત્યારે ખાસ સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી કુવરજીભાઈ બાવળિયા એ આયોજન ની બેઠકમાં ખાસ હાજરી આપી ને જિલ્લા ના થનાર કામોનું

માળખાગત રીતે આયોજન થાય અને આગામી સમયમાં જિલ્લાનો વિકાસ થાય એવું આયોજન કરવામાં આવે તેવું કુંવરજીભાઇ બાવળીયા એ જણાવ્યું હતું.

(11:53 am IST)