Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

જામનગર જી. જી. હોસ્પીટલનાં તબીબી અધિક્ષકનાં ઓચિંતા રાજીનામાથી જબરી ચકચાર

સત્તાવાર કારણ હેન્ડીકેપ બાળકોની સારવારમાં ધ્યાન નહી આપી શકાતુ હોવાનું દર્શાવાયુ પરંતુ હકિકતે રાજકિય દબાણ હોવાની ચર્ચા

જામનગર તા. ૮ :.. અત્રેની જી. જી. હોસ્પીટલનાં અધિક્ષક ડો. પંકજ બુચે ઓચિંતુ જ રાજીનામુ ધરી દેતા જબરી ચકચાર મચી છે.

આ અંગેની વિગતો મુજબ જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં તબીબી અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડો. પંકજ બુચ દ્વારા એકાએક રાજીનામું આપી દેવાતા જી. જી. હોસ્પિટલના વર્તુળમાંથી અનેકવિધ ચર્ચાઓ શરૂ થઇ છે. જી. જી. હોસ્પિટલના અધિક્ષક તરીકેનો ચાર્જ જામનગરની મેડીકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઇને સોંપી દેવામાં આવ્યો છે.

ડો. પંકજ બુચે જે રાજીનામું રાજય સરકારમાં મોકલાવ્યું હતું કે રાજીનામાના પત્રમાં પોતે હેન્ડીકેપ બાળકોના કેસોમાં પુરતું  ધ્યાન આપી ન શકતા હોવાથી આ રાજીનામું આપ્યા હોવાનું સત્તાવાર કારણ દર્શાવ્યુ છે. જો કે જી. જી. હોસ્પિટલના વર્તુળમાં તેમણે રાજકીય દબાણને કારણવશ થઇને રાજીનામું આપ્યું છે તે બાબતે અનેકવિધ ચર્ચાઓ થઇ રહી છે.

 

(2:44 pm IST)