Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

જામકંડોરણા મગફળી કેન્દ્રમાં ૩,૯૨,૫૮૦ ગુણીની ખરીદી કરાઇ

જામકંડોરણા, ભારતીય કિશાન દ્વારા જામકંડોરણા મગફળી કેન્દ્રની કામગીરીને બિરદાવાઇ તે તસ્વીર.

જામકંડોરણા, તા.૮: તાલુકામાં સરકારશ્રી દ્વારા માર્કેટ યાર્ડ જામકંડોરણા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ હતું આ ખરીદ કેન્દ્રમાં તા.૧પ-૧૧-૨૦૧૮થી ખરીદી શરૂ કરવામાં આવી હતી અને તા.૭-૨-૨૦૧૯ના રોજ ખરીદી બંધ કરવામાં આવી આ દરમ્યાન કુલ તાલુકાના પ૭૦૧ ખેડુતોનું રજીસ્ટ્રેશન થયેલ હતું જે ખેડુતોની કુલ ૩,૯૨,૫૮૦ ગુણી મગફળીની ખરીદી કરવામાં આવેલ છે જેનું કુલ ચુકવણું પ૮ કરોડ, ૮૮ લાખ થાય છે. જેમાંથી ગત તા.૨૩ સુધીની ખરીદીનું ૪૮ કરોડ ૬પ લાખનું ચુકવણું કરી દેવામાં આવેલ છે. આટલી મોટી ખરીદી વ્યવસ્થિત શાંતિપૂર્ણ રીતે થતાં જામકંડોરણા તાલુકા ભારતીય કિશાન સંઘના પ્રમુખ વિનોદભાઇ દેસાઇ, તેમજ  જીલા સદસ્ય વસંતભાઇ રાદડીયા તથા કિશાન સંઘના મંત્રીશ્રીએ ખરીદ કેન્દ્ર ઉપર જામકંડોરણા મામલતદારશ્રી આપારનાથી તેમજ કર્મચારીગણને બિરદાવી લેખિત આભારપત્ર આપી આભાર માન્યો હતો. તેમજ માર્કેટીંગ યાર્ડના હોદેદારો તથા કર્મચારીઓનો પણ આભાર વ્યકત કરેલ આ તકે જામકંડોરણા મામલતદારશ્રી અપારનાથી, ગોડાઉન મેનેજર ચિરાગભાઇ વાછાણી, માર્કેટ યાર્ડના સેક્રેટરી પ્રવિણભાઇ અમીપરા, યાર્ડના કર્મચારી ગીરીશભાઇ બાલધા, પરેશભાઇ સહિતનાઓએ હાજરી આપી હતી.

(11:42 am IST)