Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

કંડલા પોર્ટ પરથી 4 કરોડની મોંઘીદાટ માઉન્ટેન સાઇકલનો જથ્થો સીઝ ;ડીઆરઆઇનો સપાટો

દિલ્હીની એક સલ્સ કંપનીએ ખોટા ડૉક્યુમેન્ટના આધારે મંગાવાઈ હોવાનું ખુલ્યું

ભુજ :કંડલા પોર્ટ પર વિદેશી સાઇકલનો જંગી જથ્થો સીઝ કરાયો છે કંડલા પોર્ટ પર ડીઆરઆઈ વધુ સતર્ક બની અને સપાટો બોલાવી રહયું છે તાજેતરમાં હમણા ઝડપવામાં આવેલ કૌભાંડ બદ આજે પણ મોંઘીદાટ ગણાતી માઉન્ટેન સાઈકલનો જથ્થો સીઝ કરાયો છે

  અંગે મળતી વિગત મુજબ દાણચોરીથી મોંઘી માઉન્ટેન સાઈકલો લવાઈ હતી જે સાઈકલોની કિંમત રૂા. 4 કરોડ આંકવામાં આવી છે આ સાઇકલો દિલ્હીની SBL સેલ્સ કંપનીએ મંગાવી હોવાનું સામે આવ્યું છે.ડીઆરઆઈ દ્રારા પ્રાથમીક તપાસમાં આ સાઇકલો ખોટા ડોક્યુમેન્ટના આધારે મગાવાઈ હોવાની વિગતો જાણવામાં આવી છે.

(11:50 pm IST)