Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

અકસ્માતમાં ડિસ્ટ્રીકટ બેંકના કર્મચારીના મોતથી અરેરાટી

ઇકોએ એકટીવાને ઉલાળતા રાજુભાઇ ગોહેલનું મોત : ગામમાં શોકનું મોજુ

કોટડાસાંગાણી, તા. ૮ : કોટડાસાંગાણી પાસે અકસ્માતમાં ડિસ્ટ્રીકટ બેંકના કર્મચારીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

 

મળતી વિગતો મુજબ ગોંડલ કોટડાસાંગાણી રોડ પર કો.સા. થી ૧ કિ.મી. દૂર રાજકોટ ડી.કોપ. બેંકમાં નોકરી કરતા રાજુભાઇ નોકરી પૂરી કરી ગોંડલ તરફ જતા હતાં ત્યારે ઇકો ગાડી નં. જીજે૩-એચકે-૯૯૭૩ તેમનું એકટીવા સાથે જીજે૩-ડીબી-૪ર૦૮ સાથે અથડાતા ઘટના સ્થળે રાજેશભાઇનું મૃત્યુ થયેલ હતું. માયાળુ તેમજ ધાર્મિક સ્વભાવના રાજેશભાઇ ગોહેલનું અવસાન થતા ગામમાં શોકની લાગણી પ્રસરેલ હતી. અકસ્માતની જાણ થતા રાજકોટ ડી.કોપ. બેંકના મેનેજર ખૂંટ સહિત તેમજ પી.એસ.આઇ. સાંખલા સહિત તેમજ ગઢવી સહિત તેમજ ક્રિપાલસિંહ રાણા ઘટના સ્થળે પહોંચેલ. આ અકસ્માતનું મુખ્ય કારણ ગોંડલ કો.સાં. રોડ બીસ્માર હાલતમાં હોય અવાર નવાર અકસ્માત થતા હોય તાત્કાલીક સતાવાળા જાગે અને રોડનું કામ ચાલુ કરે તેવી જનતાની માંગણી છે.(૮.૭)

(5:00 pm IST)