Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

મોરબી એલસીબીએ પિસ્તોલ-કાર્ટીસ સાથે શેરઅલી મિંયાણાને ઝડપી લીધો

પિસ્તોલ ધ્રાંગધ્રાના દિવ્યરાજસિંહે આપ્યાની કબુલાત આપતા શોધખોળ

તસ્વીરમાં પિસ્તોલ સાથે પકડાયેલ શખ્સ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિત વ્યાસ-મોરબી)

 મોરબી, તા. ૮ : મોરબીમાં એલ.સી.બી.એ પિસ્તોલ સાથે બેને ઝડપી લીધા. મોરબી એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.ટી. વ્યાસ અને સ્ટાફે ગત રાત્રીના મોરબીમાંથી પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

એલ.સી.બી.એ શહેરના માધાપરના ઝાંપા પાસેથી પસાર થતી મારૂતિ સીફટ કાર નં.જીજે૩-એફકે-૪૦૪પને રોકી તેની તલાશી લેતા તેમાંથી રૂ. ૧૦ હજારની કિંમતની એક પિસ્તોલ અને રૂ. ૧૦૦ની કિંમતનું એક જીવતુ કારતુસ મળી આવ્યા હતાં. પોલીસે કાર ચાલક અને કાર સવાર શેરઅલી ઉર્ફે શેરો ઇસ્માઇલભાઇ મોવર મીંયાણા (ઉ.૩૮) રહે. જડેશ્વર ચેમ્બર ત્રીજા માળે, મોરબીની ધરપકડ કરી હતી અને આ પિસ્તોલ દિવ્યરાજસિંહ  ઉર્ફે લક્કીરાજસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ -દરબાર રહે. ધ્રાંગધ્રા વાળા પાસેથી લીધાની કબુલાત આપી હતી.

મોરબી એલસીબીએ કાર અને પિસ્તોલ મળી પ.૧૦ લાખના મુદામાલ સાથે શેરઅલીને દબોચી લઇ પિસ્તોલ આપનાર નરેન્દ્રસિંહની શોધખોળ હાથ ધરી છે. (૮.૧ર)

(2:46 pm IST)