Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

મોરબી ખાતે મગફળી ખરાતનું કેન્દ્ર શરૂ કરવા માર્કેટીંગ યાર્ડના ચેરમેનની મુખ્યમંત્રીને રજુઆત

મોરબી તા.૮: માર્કેટીંગયાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીપાસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મોરબી માર્કેટીંગયાર્ડ ખાતે મગફળી ખરીદીનું કેન્દ્ર શરૂ કરવા માગણી કરી છે તેમના જણાવ્યા મુજબ મોરબી, માળિયા (મી)ટંકારા એમ ત્રણ તાલુકા વચ્ચે મોરબી ખાતે મગફળીની ખરીદી કરતુ સેન્ટર કાર્યરત હતુ તે દરમિયાન ત્રણેક તાલુકાના ખેડુતો દ્વારા એ.પી.એમ.સી. મોરબીમાં કુલ ૭૦૦૦ ખેડુતોએ મગફળીના વેચાણ અંગેની નોંધણી કરાવેલ.

તેમાંથી અત્યાર સુધીમાં કુલ ૫૫૦૦ ખેડુતોની મગફળીજ ખરીદી થયેલ છે. ૧૫૦૦ના ખરીદી બાકી છે. અમુક ખેડુતોની બીજીવખતની મગફળી બાકી રહી ગયેલ છે. ત્રણ તાલુકા વચ્ચે એકજ સેન્ટર હોવાથી હજુ આશરે ૮ થી ૧૦ હજાર ગુણી મગફળી બાકી રહી ગયેલ હોય મોરબી ખાતે ખરીદી સેન્ટર શરૂ કરવું અતિજરૂરી બન્યુ છે અને સેન્ટર શરૂ કરવા ચેરમેન મગનભાઇ વડાવીયાએ લેખિતમાં માગણી કરી છે.

(12:48 pm IST)