Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ધ્રાંગધ્રામાં ૧.૯૨ લાખનો દારૂ જપ્ત

વઢવાણ તા.૮: સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીની દારૂ જુગારના નાબુદી કરવા માટે કેસો શોધી કાઢવાની સુચનાના આધારે પોલીસ ઇન્સ.એલ.સી.બી. સુરેન્દ્રનગર એન.કે.વ્યાસ તથા પી.એસ.આઇ. આર.ડી.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. બાલજીભાઇ રત્નાભાઇ તથા પો.હેડ.કોન્સ. કીશોરભાઇ પારઘી તથા પો.હેડ.કોન્સ. સરદારસિંહ ઘનશ્યામસિંહ તથા પો.કોન્સ. આબાદખાન તથા પો.કોન્સ.જયરાજસિંહ ખેર તથા પો.કોન્સ. મોહસીનભાઇ વી.ની અલગ અલગ ટીમો બનાવી ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

રાજસ્થાન તરફથી એક ટ્રકમાં ઇગ્લીશ દારૂ ભરીને  ધ્રાંગધ્રા સીટી તરફ આવે છે જેથી સુરેન્દ્રનગર રોડ મારૂતી શોરૂમ નજીક વોચમાં રહ્યા દરમીયાન સુરેન્દ્રનગર રોડ તરફ થી એક ટ્રક નં.આરજે-૦૪ જી-૧૭૭૬ વાળી આવતા જેને રોકી તપાસ કરતા ટ્રકમાં પાછળના ભાગે પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની ૭૫૦ એમએલની બોટલ નંગ-૩૮૪ જેની કિ.રૂ.૧૯૨૦૦૦ તથા નાની ૧૮૦ એમએલ ની બોટલ નંગ-૫૨૮ જેની કિ.રૂ. ૫૨૮૦૦ તથા ટ્રકની કિ.૧૧૦૦૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨૦૦૦ એમ મળી કુલ કિ.૧૩,૪૬,૮૦૦ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય તો આરોપી ફુસારામ આશુરામ બિસ્નોઇ ઉવ-૩૩ રહે-કબુલી તા-ધોરીમડા જી-બાડમેર રાજસ્થાન વાળાને પકડી ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે. માં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.(૧.૧૬)

(12:50 pm IST)