Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આયર્ન ઓર અને કોલસાના પરિવહનને પગલે એસ્સાર પોર્ટની કાર્ગો સંચાલન ક્ષમતામાં ૧૧ ટકાનો વધારો

જામનગર તા. ૮ : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી પોર્ટ ટર્મિનલ ઓપરેટર એસ્સાર પોર્ટ્સ લિમિટેડ (ઇપીએલ)એ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં તેનાં હઝિરા, વિશાખાપટનમ, સલાયા અને પારાદીપ પોર્ટ ટર્મિનલમાં કાર્ગો સંચાલનમાં ૧૧ ટકાના વધારા સાથે કુલ ૯.૧૬ મિલિયન (એમટી)નું સંચાલન કર્યું હતું, જયારે અગાઉના વર્ષ સમાન ગાળામાં ૮.૨૬ એમટી કાર્ગોનું સંચાલન થયું હતું, જે માટે આયર્ન ઓર, કોલસો, ચૂનાનો પત્થર અને નિર્મિત સ્ટીલનાં પરિવહનમાં વધારો જવાબદાર હતો. કુલ કાર્ગો સંચાલનમાં થર્ડ પાર્ટીનો હિસ્સો ૧૬ ટકા હતો.

૩૧ ડિસેમ્બર, ૨૦૧૭દ્ગક્ન રોજ પૂર્ણ થયેલા નવ મહિના માટે કંપનીએ ગયા વર્ષનાં સમાન ગાળામાં ૧૬ ટકાની વૃદ્ઘિ સાથે ૨૬.૫ એમટી કાર્ગો સંચાલન કર્યું હતું, જયારે થર્ડ પાર્ટી કાર્ગો સંચાલન ગયા વર્ષની સરખામણીમાં ૩૬ ટકા વધીને ૪.૨૬ એમટી થયું હતું.

ઇપીએલનાં સીઇઓ શ્રી રાજીવ અગ્રવાલે કહ્યું હતું કે, 'અમને અત્યાધુનિક ટેકનોલોજીમાં અમારું રોકાણ જાળવી રાખીને અમારા ટર્મિનલ પર ઝડપી ટર્નએરાઉન્ડ ટાઇમ સાથે અમારી કાર્યકારી કામગીરીમાં સતત સુધારો કરીશું એવી અપેક્ષા છે. આ સુવિધાઓની વ્યૂહાત્મક સ્થળ, ડીપ ડ્રાફટ અને શ્રેષ્ઠ કાર્ગો સંચાલન ક્ષમતાની આ સુવિધાઓ પોર્ટ-સંચાલિત વિકાસ અને લોજિસ્ટિક ખર્ચમાં એકંદર ઘટાડાના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં વધારો કરવામાં એસ્સાર પોર્ટને મદદ મળશે.'

કંપનીએ તાજેતરમાં ગુજરાતના સલાયામાં ૨૦ એમટી બલ્ક ટર્મિનલને કાર્યરત કર્યું છે તથા ટૂંક સમયમાં વિઝાગ ટર્મિનલનું સંપૂર્ણ વિસ્તરણ કરશે, જેથી વાર્ષિક સંચાલન ક્ષમતા ૨૪ એમટી થશે, જેથી નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના અંતે કાર્ગોની કુલ સંચાલન ક્ષમતા ૯૦ એમટી થઈ જશે.

સલાયા ટર્મિનલની ડિઝાઇન બે દિવસથી ઓછા સમયનાં વેસલ ટર્નએરાઉન્ડ ટાઇમ સાથે કેપસાઇઝ જહાજોને લાંગરવા માટે કરી છે, જેથી સ્થાનિક ઉદ્યોગને સ્પર્ધાત્મક લાભ મળ્યો છે.

એસ્સાર વિઝાગ ટર્મિનલ લિમિટેડ (ઇવીટીએલ)એ તાજેતરમાં ૮,૦૦૦ ટીપીએચ (કલાકદીઠ ટન) શિપ લોડર કાર્યરત કર્યું છે, જેનાથી તેનાં કાર્ગો સંચાલનનો દર વધીને ૭૦,૦૦૦ ટીપીડી (દિવસદીઠ ટન)થી ૧૨૦,૦૦૦ ટીપીડી થયો છે તથા આવકમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. કાર્ગોના સંચાલનની સંવર્ધિત ક્ષમતાથી ટર્નએરાઉન્ડ ટાઇમ ઘટશે અને પૂર્વનાં કિનારા પર નિકાસકારો માટે નૂર દર સ્પર્ધાત્મક બનશે. વિસ્તરણ પ્રોજેકટ શરૂ થયા પછી સુવિધા બર્થ વેસલને ૨૦૦,૦૦૦ ડીડબલ્યુટી થશે, જેની ઊંડાઈ વિઝાગ બંદરના બહારનાં કિનારાં પર ૧૮ મીટર છે.(૨૧.૨૩)

(2:46 pm IST)