Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ચોટીલાના ચીરોડા(ભા)ના દલિત યુવાન મલેશિયામાં જુડો - બોકસીંગના દાવ ખેલશે

મજુર પરિવારના પુત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકશેઃ ૧૧ વખત રાષ્ટ્રીય કક્ષાએ રમ્યો છેઃ ૯ મેડલ પ્રાપ્ત કર્યા

ચોટીલા તા. ૮ : ચોટીલા તાલુકાનાં નાનકડા એવા ચીરોડા (ભા) ગામનો ગરીબ પરીવારનો યુવાન સુનિલ ખાવડુ આગામી મે માસમાં આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ વુસુ ગેમ માટે પસંદગી પામતા સમાજે ખર્ચો ઉઠાવી મોકલવાની વ્યવસ્થા કરતા સામાન્ય પરીવારનાં યુવાનનું સ્વપ્ન સાકાર થયેલ હતું. આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત માટે ભારતના પ્રતિનિધિત્વ કરવા જનાર યુવકના માતા પિતા હંસાબેન અનેઙ્ગકાનાભાઇ ખાવડુઙ્ગઙ્ગસામાન્ય કડીયા કામમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના ત્રણ પુત્રો છે સૌથી મોટો સુનિલ ૧ થી ૮ ગામનીજ સરકારી શાળામાં અભ્યાસ કરેલ નાનપણ થી કુસ્તી જેવી ગ્રામ્ય રમત સહજ ભાવે શાળામાં બાળકો જોડે રમતો હતો હાલ બીએ માં ભણે છે તેમજ આણંદ સ્પોર્ટ્સ સ્કુલમાં ૨૦૧૩માં દાખલ થતા તેના કોચ હિતેષ પરમારે તાલીમ બદ્ઘ કરતાઙ્ગ ૧૧ વખત નેશનલ કક્ષાએ રમી ચુકેલ છે જેમા ૩ ગોલ્ડ, ૬ બ્રોન્ઝ મળી કુલ નવ મેડલ મેળવેલ છે ત્યારે આગામી મે માસમાં મલેશિયા ખાતે કુસ્તી જુડો અને બોકિસંગ સમનવય ધરાવતી આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય રમત વુસુ રમવા સમાજનાં સહકાર થી જનાર છે. વુસુ રમવા જનાર સુનિલ ખાવડુ એ જણાવેલ કે એક પ્લેયર ફેડરેશનનો પસંદ પામેલ તેનો ખર્ચો ફેડરેશન ઉઠાવે જયારે અન્ય ત્રણ પસંદગી પામેલ જેમા હું પ્રથમ હતો પરંતુ આવવા જવાનો ખર્ચો ખેલાડીએ ઉઠાવવાનો હોય જે મારાથી શકય નહી હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે રમવુ મને દિવા સ્વપ્ન જેવું જ હતું પરંતુ મારા કોચે તેમનાથી શકય મદદ નું જણાવેલ બીજી વ્યવસ્થા કરવા સમાજમાં વાત કરતા ચોટીલા દલિત સમાજ દ્વારા મને આર્થિક સહયોગ સન્માન સાથે આપતા ૧૬ દેશો વચ્ચે યોજાતી ટુર્નામેન્ટમાંઙ્ગ મારા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવાનું શકય બન્યું કહેવાય છે ને કે જીસકા કોઈ નહી ઉસકાતો ખુદા હૈ યારો જેવુ મે અનુભવ્યું. ચોટીલા તાલુકા સમગ્ર દલિત સમાજ દ્વારા આ યુવાનને સન્માનિત કરી આર્થિક સહયોગ આપી મલેશિયાની તૈયારી માટે વિદાય આપવામાં આવેલ હતી.(૨૧.૨૨)

(12:46 pm IST)