Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

રાજ્યની શાળાઓમાં વ્યાયામ અને કલા શિક્ષકોની ભરતી કરવા મોરબીમાં માંગ

મોરબી તા.  ૮: જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વ્યાયામ શિક્ષક સંઘ અને મોરબી વ્યાયામ હિત રક્ષક સમિતિ તેમજ કલાસંઘ ગુજરાતના નેજા હેઠળ મોટી સંખ્યામાં યુવાન યુવતીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી જુદીઙ્ગ–ઙ્ગજુદી પાંચ માંગણીઓ મૂકી હતી જેમાં એચ ટાટમાં કલા અને વ્યાયામ શિક્ષણના અનુભવને માન્ય ગણવો,ઙ્ગકેન્દ્ર સરકારના આદેશ મુજબ અન્ય રાજયોની જેમ ગુજરાતમાં શિક્ષકોની ભરતી કરવી,ઙ્ગપ્રાથમિક,ઙ્ગમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કલા અને વ્યાયામ વિષયને ફરજીયાત બનાવવો,ઙ્ગ૨૦૦૪ થી કલા વ્યાયામ શિક્ષકોની ભરતી બંધ છે જે તુરત કરવી,ઙ્ગપ્રવાસી શિક્ષકોની ભરતી બંધ કરવા માંગ ઉઠાવી હતી.

તેમજ આરટીઇ કાયદા મુજબ કેન્દ્ર સરકારે ઉકત બંને વિષયના શિક્ષકોની ભરતી કરવા આદેશ કર્યો છે જે અન્વયે ગુજરાતમાં ૧૩,૭૬૯ શિક્ષકો ભરતી કરવા ફરજીયાત હોવા છતાં આ નિયમનું પાલન થતું નથી તો બીજી તરફ આંધ્રપ્રદેશ, ગોવા, ઉત્ત્।રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ સહિતના રાજયોમાં અંશકાલીન શિક્ષકોની ભરતી થઈ છે અને સમગ્ર દેશમાં ખેલ,ઙ્ગકલામાં રોલ મોડલ ગણાવતા ગુજરાત રાજયમાં જ શાળાઓમાં કલા અને વ્યાયામના શિક્ષકો નથી.આ સંજોગોમાં ખેલ અને કલા મહાકુંભ પાછળ વર્ષે અબજો રૂપિયાના ખર્ચ કરતી સરકાર સત્વરે આરટીઇ કાયદા હેઠળ વ્યાયામ અને કલા શિક્ષકોની ભરતી કરે તેવી માંગ બંને સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવી હતી.

(12:45 pm IST)