Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક

 મોરબી : ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેશભાઈ સાણજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ -મોરબીની કારોબારી બેઠક મળી. આ બેઠકમાં જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીના પ્રમુખ મણીલાલ સરડવા,મહામંત્રી ઈસુબભાઈ પરમાર, સિનિયર કાર્યાધ્યક્ષ રમેશભાઈ જાકાસણીયા, દરેક ઘટક સંઘના પ્રમુખ,મહામંત્રી અને તમામ જિલ્લા સંઘ કારોબારી સભ્યો ઉપસ્થિત રહયાં. સભાનું જનરલ સંચાલન જિ. પ્રા.શિ. સંઘના કાર્યાલય મંત્રી શૈલેશભાઈ .ઝાલરીયાએ તેમજ એજન્ડા પ્રમાણે સભાની કાર્યવાહી મહામંત્રી ઇસુબભાઈ ઙ્ગપરમારે કર્યું.આ સભામાં અગાઉની કાર્યવાહીને બહાલ રાખવી,વર્ષ ૨૦૧૮ ની સંઘ સભ્ય ફી બાબત,રાષ્ટ્રિય શિક્ષક કલ્યાણનીધી તેમજ પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકોના પડતર વહીવટી અને શૈક્ષણિક પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી ચર્ચા સાથે સર્વાનુમતે ઠરાવો પસાર કરવામાં આવ્યા.પ્રમુખસ્થાનેથી ખાલી પડેલ હોદ્દાઓની ફાળવણી કરવામાં આવી.સભાના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા સંઘ ટીમ અને રાજયસંઘ વચ્ચેનો સેતુ મજબૂતી સાથે વિકસે તેમજ રાજય કક્ષાએથી ઉકેલવાના પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન અને પ્રેરણા આપવાંમાં આવી.આ સભામાં પ્રાથમિક શિક્ષણ જગતના દિવંગત આત્માઓને શ્રધ્ધાસુમન પાઠવવામાં આવ્યા. અંતમાં આભારદર્શન સાથે સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ, મોરબી)

(12:45 pm IST)