Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

કુંકાવાવ-અમરેલી રોડનું રિપેરીંગ કયારે?

૨૬ કિલોમીટરમાં કયાક વ્યવસ્થિત, તો કયાક ખાડાઓઃ વાહન ચાલકો ત્રસ્ત

કુંકાવાવ તા.૮: અહીથી અમરેલી સુધી ૨૬ કિલોમીટરના રોડમાં કયાક વ્યવસ્થિત, તો કયાંક મોટા-મોટા ખાડાઓને કારણે રોજ અસંખ્ય વાહન ચાલકોને યેનકેન પ્રકારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે... અનેક વખતની રજૂઆતો બાદ પણ હજૂ સુધી યોગ્ય નહિ થતા, હવે રિપેરીંગ કામ કયારે ચાલુ કરાશે? તેવો પણ અણિયારો સવાલ સંભળાઇ રહ્યો છે.

આ અંગે પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યુ છે કે, કુંકાવાવથી અમરેલી સુધીના ૨૬ કિલોમીટરમાં દર પાંચ સાત કીલોમીટર બાદ ખરાબ રસ્તો, ફરી સારો અને ફરી ખરાબ રોડનો અનુભવ અમરાપુર ધાનાણી, મોટા આંકડીયા, ભંડારીયા માંગવા પાળ સહિતના ગામના વાહન ચાલકોને થઇ રહ્યો છે.

તો ઘણા પંથકવાસીઓનો એમ પણ કહી રહ્યા છે કે આખા રસ્તાની જગ્યાએ ટુંકડે ટુંકડે રોડ બનાવેલ હોવાથી થોડો રોડ રસ્તો સારો, બીજો ખરાબ તો કયાંક થીંગડા મારવાની પ્રક્રિયા પણ થાય છે.

ખરાબ રસ્તાને પગલે રોજેરોજ અનેક વાહન ચાલકોને હેરાનગતી ભોગવવી પડતી હોય સત્વરે રોડનું રીપેરીંગ કામ ચાલુ કરવામં આવે તેવુ સૌ ઇચ્છી રહ્યા છે.

એવી જ રીતે ગોંડલ રોડ ઉપરના દેરડી ગામની હદમાં પણ અત્યંત બિસ્માર રોડ હોવાથી તેનું પણ રીપેરીંગ જલ્દી કરવામં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

કહેવાય છે કે, હજારો વાહનવાળા જે રસ્તા પર મુસાફરી કરી રહ્યા હોય ત્યાં પરેશાની ત્રસ્ત પ્રજા દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની પણ તૈયારીઓ થઇ રહી હોવાની ચોતરફ ચર્ચાઓ થઇ રહી છે.

(11:51 am IST)