Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ધોરાજી, જેતપુર, ઉપલેટાથી ૧પ લેબોરેટરીને ગેરકાયદેસર ચલાવવા સામે નોટીસ

 ધોરાજી તા.૮ : રાજકોટ એસઓજીના પીઆઇ જે.એમ.પંડયા, પીએસઆઇ ખોખર, એચસી અતુલભાઇ ડાભી તથા શાહીલભાઇ વિગેરે સ્ટાફએ ધોરાજી-ઉપલેટા-જેતપુરમાં ગેરકાયદેસર રીતે ધમધમતી લેબોરેટરી સંચાલકોને સુપ્રિમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખી નોટીસ પાઠવી દિવસ-૭માં લેખિતમાં જવાબ દેવા જણાવેલ હતુ.

ર્ીજે અંગે એસઓજી પીઆઇ જે.એસ.પંડયાએ જણાવેલ કે ગુજરાત પેથોલોજી એસોસીએશનએ ગુજરાતમાં ગેરકાયદેસર ધમધમતી લેબોરેટરી અંગે હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં દાદ માંગેલ જેમાં ગુજરાત પેથોલોજીસ્ટ એસોસીએશન તરફી ચુકાદો આવેલ અને એમ.ડી.પેથોલોજીસ્ટ સિવાય આવી લેબોરેટરી ચલાવી ન શકે થતા ગુજરાતમાં આવી સુપ્રિમ કોર્ટના હુકમ વિરૂધ્ધ લેબોરેટરી ધમધમે છે જે અંગે ગુજરાત પોલીસ વડાને ગુજરાત પેથોલોજીસ્ટ એસોસીએશનના પ્રતિનિધિઓ મળી ચુકાદાની નકલ આપી રજુઆત કરતા જેના હુકમના અનુસંધાને અમો ધોરાજીમાં ૮, ઉપલેટામાં પ અને જેતપુરમાં ર લેબોરેટરી સંચાલકો કુલ ૧પ સંચાલકોને નોટી પાઠવી દિવસ-૭માં જવાબ આપવા જણાવેલ હતુ. જેમાં જે લેબોરેટરી સંચાલકો છે તેમાં એમ.ડી. પેથોલોજીસ્ટ હોવા જોઇએ અથવા એમના સંચાલન હેઠળ રિપોર્ટમાં સહી હોવી જોઇએ. જે લેબોરેટરી સંચાલકો પાસે એમ.ડી. પેથોલોજીસ્ટની ડીગ્રી વગર ચલાવતા હશે એમને સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર બંધ કરવી પડશે.

આવો જ એક કેસ જેતપુરમાં જાગૃતિ લેબોરેટરીના સંચાલકો સામે થયેલ છે. અમોએ લેબોરેટરીના સંચાલકોને સામે થયેલ છે.

અમોએ લેબોરેટરીના સંચાલકોને ૭ દિવસની મુદત આપી છે જેમાં તેઓને પુરાવા આપવા જોઇએ નહીતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ એસઓજી પીઆઇ જે.એસ.પંડયાએ જણાવેલ હતુ.

ઉપરોકત ધોરાજી-જેતપુર-ઉપલેટામાં ૧પ લેબોરેટરીમાં એસઓજીએ નોટીસ પાઠવતા ફફડાટ છવાઇ ગયો હતો.

(11:51 am IST)