Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં ઘટાડો-ઠંડી વધીઃ ગિરનાર પર્વત-૬.૯, નલીયા ૮.૨ ડિગ્રી

રાજકોટ તા.૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ વચ્ચે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગતા ઠંડકની અસર વર્તાઇ રહી છે.

આજે સૌથી વધુ ઠંડી ગિનાર પર્વત ઉપર ૬.૯ ડિગ્રી, નલીયા ૮.૨, જામનગર ૧૧.૨, રાજકોટ ૧૪.૬, ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

સોરઠમાં તાપમાન ઘટતા ઠંડી વધી

જુનાગઢઃ સોરઠમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો રહ્યો છે ગિરનારે ખાતે ૬.૯ ડિગ્રી તાપમાન વધુ છે.

ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૫.૨ ડિગ્રી નોધાયા બાદ આજે તાપમાન ૩ ડિગ્રી ઘટીને ૧૧.૯ ડિગ્રી નોધાતા ઠંડી અનુભવાઇ હતી.

અહિના ગિરનાર પર્વ ખાતે તાપમાન ૬.૯ ડિગ્રી થઇ જતા ભવણાથ વિસ્તારમાં કડકડતી ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતુ.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૨ રહી હતી.

કુકાવાવ

કુંકાવાવઃ હાલહજુ શિયાળાની ફુલ ગુલાબી ઠંડીની અસર હોવી જોઇએ પરંતુ વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે.

સાંજથી રાત્રીના સમયમાં શિતલહેર થતા વાયરલ ઇન્ફેકશનની ભિંતી પણ સેવાઇ રહી છે લગ્નસરાની સિઝન પણ પુરબહાર ચાલી રહેલ હોય ત્યારે બહારગામ જતા મુસાફર જાનૈયા પણ ગરમ વસ્ત્ર સજ્જ કરી રહ્યા છે. સાથે મિશ્રવાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયમાં ઉનાળા જેવો માહોલ સર્જાય રહ્યો છે હાલ એક સાથે શિયાળો ઉનાળો ચોમાસાની ત્રણે રૂતુનો સમન્વય છેલ્લા ત્રણ દિવસથી અનુભવાય રહ્યો છે. જે કુદરતના કરીશ્મા સમાન આશ્ચર્ય જણાય રહે છે.

જામનગર

જામનગરઃ શહેરનુ તાપમાન ૨૮ મહત્તમ, ૧૧.૨  લઘુતમ, ૮૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૪ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનારપર્વત

૬.૯ ડિગ્રી

નલીયા

૮.૨ ડિગ્રી

જામનગર

૧૧.૨ ડિગ્રી

ડીસા

૧૧.૬ ડિગ્રી

અમરેલી

૧૨.૭ ડિગ્રી

અમદાવાદ

૧૩.૩ ડિગ્રી

દિવ

૧૩.૪ ડિગ્રી

પોરબંદર

૧૪.૪ ડિગ્રી

રાજકોટ

૧૪.૬ ડિગ્રી

ભાવનગર

૧૬.૬ ડિગ્રી

(11:50 am IST)