Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

જખૌ દરિયામાં વેરાવળની 'વિરાટ'બોટની જળસમાધિઃ ૭ માછીમારોનો બચાવ

યાત્રિક ખામીના કારણે બોટ ઉંધી વળી, ટંડેલે કોસ્ટગાર્ડને સંદેશો મોકલતા કોસ્ટગાર્ડની બોટ સી-૪૦૮ દ્વારા સફળ રેસકયુ ઓપરેશન

ભુજ તા.૮: મધદરીયે જળસમાધિ લેનારી વેરાવળની ફીશીંગ બોટમાં સવાર સાત માછીમારોને બચાવવામાં કોસ્ટગાર્ડે સફળ ભૂમિકા ભજવીને એક ગમખ્વાર દુર્ઘટના બનતી અટકાવી હતી.

વેરાવળનું રજીસ્ટ્રેશન ધરાવતી બોટ નં.જીજે ૧૧ એમએમ ૧૧૫૮ 'વિરાટ'જખૌના કાંઠેથી ૩૮ નોટીકલ માઇલ દૂર મધદરીયે માછીમારી કરી રહી હતી ત્યારે તેમાં યાજ્ઞિક ખામી સર્જાતા બોટ આડી થઇ ગઇ હતી.

બોટ આડી થઇને ઉંધી વળી દુબવા લાગે તેવો એદેશો આવતા ટેડેલે કોસ્ટગાર્ડને સંદેશો મોકલ્યો હતો. રેસકયુના સંદેશાને પગલે કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટ સી-૪૦૮ બચાવ માટે ઘસી ગઇ હતી અને વિરાટ ફીશીંગ બોટમાં સવાર સાતે સાત માછીમારોને આબાદ બચાવીને રેસકયુ કાર્ય સફળતાપૂર્વક પુરૂ કર્યુ હતું.

બચી ગયેલા માછીમારોના નામ જીવા વીરા (ઉ.વ.૪૦), સંજય કિશન (ઉ.૨૩), મોહન (ઉ.૩૮), કાતિયા (ઉ.૩૫), જેઠયા (ઉ.૬૦), રમણ (ઉ.૫૪) અને ધવલ (ઉ.૧૯) છે રેસકયુ દરમ્યાન કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટર દ્વારા બચાવકાર્યનું નીરીક્ષણ કર્યુ હતુ. બચી ગયેલા માછીમારોએ રેસકયુ બદલ કોસ્ટગાર્ડની જીવનદાન માટે આભાર માન્યો હતો.

(11:44 am IST)