Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પોરબંદરમાં લગ્નની જાનમાં હવાને બદલે જમીનમાં ફાયરીંગ થઇ જતાં અણવરને ઇજા

પોરબંદર તા. ૮ : અહીં ભદ્રકાલી રોડ લોહાણા મહાજન વંડી ખાતે લગ્નની જાનના આગમન સમયે લાયસન્સવાળી રીવોલ્વરમાંથી હવામાં ફાયરીંગ કરવા જતાં જમીનમાં ફાયરીંગ થઇ જતાં અણવરને પગમાં ઇજા થતાં સારવાર માટે ખસેડાયેલ છે. આ બનાવ અંગે વિપુલભાઇ બટુકભાઇ સત્યદેવેએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ કે, તેમનો સાળો પ્રકાશ ધીરજલાલ રાજદેવ રે. રાજકોટવાળા લોહાણા મહાજન વંડીમાં રાત્રે જાન આવી ત્યારે પોતાની લાયસન્સવાળી રીવોલ્વરમાંથી હવામાં ફાયરીંગ કરવા જતાં મીસ ફાયર થઇ જતાં જમીનમાં ફાયરીંગ થઇ જતાં બાજુમાં પોતે વરરાજાના અણવર તરીકે હોય પગમાં ઇજા થઇ હતી. ફાયરીંગને લીધે અન્ય ૨-૩ વ્યકિતઓને સામાન્ય ઇજા થયાની ચર્ચા ઉઠી છે.

(11:43 am IST)