Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ધોરાજી એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મકબુલભાઇ ગરાણા વોર્ડ નં. ૩ માં કોંગ્રેસ પક્ષમાંથી બીનહરીફ

ધોરાજી તા. ૮ :.. વોર્ડ નં. ૩ બહારપુર ગરાણાયા વિસ્તારમાં રહેતા ધોરાજી મુસ્લીમ ગરણા જમાતના પ્રમુખ અને એકત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મકબુલભાઇ મહમદભઇ ગરાણા વોર્ડ નં. ૩ બહારપુરા લાલશાહબાવાની દરગાહ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉભા હતો આ સમયે તેમના પ્રતિસ્પર્ધી એનસીપીના ઉમેદવાર એ ફોર્મ ખેંચી લેતા સમગ્ર ધોરાજીના કુલ ૯ વોર્ડ અને ૩પ સભ્યો માંથી એકમાત્ર વોર્ડ નં. ૩ માં મકબુલભાઇ ગરાણા બીન હરીફ થયા હતા.

મકબુલભઇ ગરાણા અગાઉ ર૦૦ર થી ર૦૦૭ સુધી અને ર૦૦૭ થી ર૦૧ર સુધી સુધરાઇ સભ્યની સાથે સાથે વાહન વ્યવહાર કમીટીના ચેરમેન તરીકે સેવા આપી ચુકેલ છે. અને ધોરાજીમાં હિન્દુ-મુસ્લીમ એકતા માટે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાઇ ગરીબ દર્દીઓની સેવા ડાયાલીસીસ સેવા સાથે અનેક સેવાકીય કાર્યા હાથ ધરેલ છે.

આ સાથે બીન હરીફ થયેલ મકબુલભાઇ ગરાણાને ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયા, હાજી અફરોજભાઇ લકકડ ફુટ, હાજી બાસીદ પાનવાલા, હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી, હાજી ગનીભાઇ ગરાણા સહિત મુસ્લીમ આગેવાનો તેમજ હિન્દુ સમજના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

આ તકે વોર્ડ નં. ૩ માં ભારે આતશબાજી સાથે મકબુલભઇ ગરાણાને વધાવી લીધેલ હતો.

(11:42 am IST)