Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

કોડીનાર તાલુકાનાં વેળવા ગામનો યુવક બોટમાંથી પડી જતા લાપતાઃ પરિવારજનો ચિંતીત

કોડીનાર તા.૮: કોડીનાર તાલુકાના વેળવા ગામનો યુવાન ૧૪ દિવસ પહેલા દરીયામાં બોટમાંથી પડી જતાં તેની સઘન શોધખોળ કરવા છતાં આજ દિવસ સુધી યુવાનનો કોઇ પતો ન લાગતા પરીવારજનોમાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે.

વેળવા ગામનો યુવાન બાબુભાઇ ટાભાભાઇ વાઢેળ ઉ.વ.૩૯ માછીમારીનો વ્યવસાય કરતા હોય ગત તા.ર૪-૧-૧૮ના રોજ દરીયામાં રાત્રે ૧૨-૩૦ કલાકે કુદરતી હાજતે જતા અચાનક દરીયામાં પડી જતા તેમની શોધખોળ કરવા છતાં કંઇ પતો ન લાગતા દરીયામાં પડી જતાં ગુમ થયેલ હોય, તેમના ગામ અને પરીવારજનોમાં ચિંતાની લાગણી જન્મી છે.

બાબુભાઇ સામાન્ય પરીવારનાં આધારસ્તંભ હતા. તેમના પરીવારમાં પત્ની અને બે પુત્રીમાં ભારે આઘાતની લાગણી છવાઇ છે.

(11:40 am IST)