Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

તળાજાના હબુકવડના યુવકને દારૂ પીવાના મુદે ૪ શખ્સોએ માર માર્યો

ભાવનગર તા. ૮ :.. તળાજાના ગામડાઓમાં દેશી-વિદેશી દારૂની બદીઓ ખુબ જ વધી રહી છે. યુવાનો વિલાયતી દારૂના રવાડે ચઢતા જાય છે. બેફામ અને બે ખૌફ દારૂની ડીલેવરી કરવા છતા ભાગ્યે જ બુટલેગરો પોલીસની પકડમાં આવે છે. પોલીસ વિશે માન્યતા છે કે દારૂની એક સ્ટેન્ડ શરૂ થાય ત્યાં પોલીસને ખબર પડી જાય છે.

હબુકવડ ગામના ખેડૂત યુવાન પંડયા ભદ્રેશ લાભશંકરભાઇ એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ ગત રાત્રીના ૧ર.૩૦ ના સુમારે પોતે બાઇક લઇ ઘર તરફ જતા હતા. આ સમયે અન્ય બાઇક પર આવેલ દિપકે લાધવા, મુકેશ પંડયા, નિલેશ લાધવા, અશોક  તારો ભાઇ હર્ષદ અમોને કેમ દારૂ પીવાની ના પાડે છે તેમ કહી પથ્થર પડખાના ભાગે મારેલ. ચારેય શખ્સોએ ભેગા મળી આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. હૂમલાખોર યુવાન રાજકીય પાર્ટીનો આગેવાન હોઇ આ બાબતે સામાજીક અને રાજકીય લેવલે ભારે ચર્ચાસ્પદ બની હતી. બનાવની તપાસ નવનિયુકત પો.સ.ઇ. એમ. એસ. સીસોદીયા ચલાવી રહ્યા છે.

હબુકવડ ગામના યુવાન પર ચાર શખ્સોએ દારૂ પીવાની ના પાડવા બાબતે હૂમલાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ. આ ઘટના પરથી ખ્યાલ આવે છે કે હબુકવડ અને આસપાસના ગામડાઓમાં દારૂનુ છૂટથી વેચાણ થાય છે. હૂમલા અંગેની તપાસ પો.સ.ઇ. સિસોદીયા ચલાવી રહ્યા છે. ત્યારે હૂમલાખોર આરોપીઓ પાસેથી જાણી શકાય એમ છે કે દારૂ કોણ અને કેટલાં લોકો વેંચે છે. ત્યારે લોકોમાં લાગણી એવી છે કે નવનિયુકત ફોજદાર બુટલેગરોની માહિતી હૂમલા ખોરો પાસેથી ઓકાવી તપાસ હાથ ધરે તે જરૂરી છે.

(11:40 am IST)