Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

મોરબી ચાંચાપર પંથકમાં લાંબા સમયથી બાકી પાક વિમાની રકમ ચુકવી આપવા માંગણી

ચાંચાપર (મોરબી) તા.૮: તાલુકાના ચાંચાપર પંથકના ગ્રામ વિસ્તારમાં હમણા હમણા છેલ્લા ઘણા સમય થયા ખેતી કાર્ય કરતા ધરતી પુત્રને માથે આભ ફાટયા જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ હોવાનુ જણાવી મોરબી તાલુકાના ખાતેદાર ખેડૂતોને સને ૧૯૧૬/૧૭નો પાક વીમો જે બાકી છે તે સરકારી તંત્ર ચુકવવામા ઠાગા-ઠૈયા કરતુ હોવાનુ થોરાળા ગામના રહીશ અને મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ મોરબી તાલુકાના અગ્રગણ્ય કોંગ્રેસી આગેવાન મેરજા કાન્તીલાલ રામજીભાઇએ નીમાબેને ગુજરાત રાજયના કૃષિ પ્રધાનને પત્ર પાઠવી તાત્કાલિક બાકી રહેલ પાક વિમો ચુકવવા પત્ર લખી રજુઆત કરેલ છે.

મોરબી તાલુકાના ગ્રામ વિસ્તારના અસંખ્ય ખાતેદાર ખેડૂતોએ પ્રિમિયમ ભરેલ છે તેને આજે લાંબો સમય થઇ ગયો છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે સભાઓ ભરી આગેવાનોએ ખેડૂતોને  પાકવિમો સાતમ-આઠમ પહેલા ચુકવાઇ જશે તેવી ધરપત આપી જાહેરાતો કરેલ હતી.

પેન્શનરોનો એરીયર્સ કયારે ચુકવાશે?

મોરબી તાલુકાના ઘણા બધા પેન્સનરોના એરીયસ બીલ બાકી જે ૧૦ માસનુ બાકી છે તે વહેલી તકે ચુકવવા ચાલુ માસના પગાર સાથે રોકડમા ચુકવવા ચાંચાપર તાલુકા શાળાના નિવૃત શિક્ષક ઓ.ટી.પટેલે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને પત્ર પાઠવી માગણી કરી હોવાનુ જાણવા મળે છે.

ખેડૂતોમાં અસંતોષ

સરકારી તંત્રે પરિપત્ર પાઠવી દરેક મંડળીઓને જણાવેલ છે કે ખેડૂત ખાતેદારો ખાતર ખરીદવા માગણા હોય તેનો અંગુઠો લઇને ખાતર આપવુ આવા ફતવા જેવા હુકમથી ખેડૂત વર્ગમાં અસંતોષ જાગ્યો હોવાનુ  જાણવા મળે છે. ખેડૂતો મંડળીના ગોડાઉનને સવારમા ખાતર મેળવવા જાય છે. ત્યારે વિજળીફ ના હોય તો અંગુઠા આવતા નથી. અને સવારમા જ ખાતર ખરીદી ખેડૂતોને વાડી પડામા પહોંચવાનુ હોય ત્યારે ઘણા ગામડામા મંડળીના સંચાલકો હાજર ન હોય ત્યારે ખેડૂતોનો દિવસ બગડે છે ખેતી કાર્યને નુકશાન થાય છે. અંગુઠાની પ્રથાબંધ કરવા ચાંચાપર મંડળીના પૂર્વ પ્રમુખ ઓ.ટી.પટેલે માંગણી કરી છે.

(11:36 am IST)