Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ખંભાળીયાઃ મગફળીના ગોડાઉનમાં આગ બાદ હવે માત્ર માર્કેટીંગ યાર્ડમાં જ ટેકાના ભાવે ખરીદી

ખંભાળીયા તા. ૮ : સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની કામગીરી અણધડ આયોજન રીતે થતાં તથા આડેધડ ધારાસભા ચૂંટણી વખતે ટેકાનો કેન્દ્રોની ધડાધડ મંજુરી આપતા તેમના દ્વારા થયેલ ધડાધડ ખરીદી અને બે-બે જગ્યાએ આગમાં કરોડોની મગફળી બળી જવી તથા લાંબા સમયથી પેમેંટના થતા થયેલ ઉહાપોહને કારણે તથા ટેકાના ભાવે ખરીદીના વચન પછી વારંવાર કેન્દ્રો બંધ થતા સમગ્ર રાજયમાં ભારે વિરોધ અને વિવાદ વંટોળ થયો છે તે વચ્ચ ફરી પાછી ગ્રોફેડ દ્વારા એક લાખ ટનની ખરીદી માત્ર માર્કેટીંગ યાર્ડ દ્વારા જ કરવાનો નિર્ણય જાહેર કર્યો તેમાં કોઇપણ યાર્ડ  શરતો પૂર્ણના કરી શકે તેવુ હોય ફરી વિવાદ વિરોધનો વંટોળ સમગ્ર રાજયમાં સર્જાયો છે.

શરતો મુજબ તમામ ખરીદી ઓનલાઇન કરવાની છે તથા તેના દસ્તાવેજો સ્કેન કરી મોકલવાની અને ખેડુતને ટોકન આપવાના ખેડુત માલ લઇને આવે ત્યાંથી તે માલ ગોડાઉન સુધી પહોંચે ત્યાં સુધીની વીડીયો ગ્રાફી ખેડુતના માલ સામેના ફોટા અને ખેડુત સિવાય વેપારીનો માલ પકડાય તો કાયદાકિય કાર્યવાહી કરવાની ખર્ચ કેન્દ્રએ ભોગવવાનો યાર્ડ સિવાય કેન્દ્ર પર ખરીદવાની જરૂર જણાય તો નાફેડની મંજુરી લેવાની ફરજિયાત દરેક યાર્ડ મંડળી પર હલર મશીનો રાખી માંડવીની સફાઇ કરવાની અને તેની પણ સંપૂર્ણ વીડીયોગ્રાફી કરવાની સવારે ૧૦ થી ૪ સુધી રજીસ્ટ્રેશન કરવાનુંસેન્ટર પર માલ બે દિવસમાં નિયત ગોડાઉને પહોંચાડવાનો જે માલમાં લોન્ડીંગ થાય તે જી.પી.એસ.સિસ્ટમ વાળું રાખવાનું તેને મોડુ થાય તો તેની ચકાસણી થશે.

ભારતમાં ૦.૦૮ ટકા વાહનો ટ્રોકજ જી.એલ.વાળા છે. વિકસિત દેશ અમેરીકા બ્રીટનમાં આ તમામ ટ્રકોમાં છે તો ત્યાંથી ટ્રકો લાવવા જી.પી.એલ. વાળા વધુ ભાડુ લે તો કોણ આપે.?

ખરીદાયેલ માલના પેમેંટ માટે સરકાર પૈસા આપે ત્યારે ચુકવણી થાશે પણ ર૭ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ખંભાળિયા ખરીદ વેચાણ સંઘે ૩૮૦૦૦ ગુણી જુદા જુદા ખેડુતોની ટેકાના ભાવે ખરીદી કરીને ગુજકોટને આપેલ છે પરંતુ એકપણ ખેડુતોના પેમેંટ આપેલા નથી !!

અમુક વ્યવહારૂ અને શકય હોય તેવી શરતો રાખવા જણાવ્યું હતું જેથી ખેડુતોને ટેકાના ભાવની યોજનાનો લાભ મળી શકે.

(11:35 am IST)