Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પોલીસમેનોને ૮ મહીનાથી રજા પગાર નથી મળ્યોઃ ગ્રાન્ટ નહીં હોવાનું બહાનુ

ધોરાજીના પોલીસ કોન્સ્ટેબલ યુનિયન (સુચીત) દ્વારા રજૂઆતો

ધોરાજી, તા. ૮ : અત્રેના પોલીસ કોન્સ્ટેબલ યુનિય (સુચિત)ના ઉપપ્રમુખ ઇસ્માઇલ સીદી સુમરાએ પોલીસમેનોને છેલ્લા ૮ મહીનાથી રજા પગાર નહીં મળતા આ બાબતે અવાજ ઉઠાવી રજૂઆતો કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે હાલમાં ગુજરાત રાજયના તમામ પોલીસ તથા એસ.આર.પી. તથા રેલ્વે પોલીસ કર્મચારીને છેલ્લા આઠેક માસથી સતત પાટીદાર આંદોલન દલિત આંદોલન વિગેરે બાદમાં વિધાનસભા ચૂંટણી બાદમાં ફિલ્મ રીલીઝ વિગેરે બાબતોમાં સતત રોકાયેલા હોય લાંબો સમય રોકાયેલા હોવા છતાં ઉપરોકત પોલીસ કર્મચારીને મળવાપાત્ર શનિ-રવિ તથા જાહેર રજાના બીલો તથા ટી.એ., ડી.એસ.ના બીલો ઘણા સમયથી ચૂકવાયેલા નથી.

સરકાર પાસે ગ્રાન્ટ ના હોવાનું બહાનું બતાવી પોલીસ કર્મચારીઓના પગાર બીલના કરોડો રૂપિયા ચૂકવવાના બાકી છે. હાલમાં અતિ મોંઘવારી હોય. આ સંજોગોમાં પોલીસ કર્મચારીને મળવાપાત્ર પૈસા ન ચૂકવાતા પોતાના અંગત ધાર્મિક-લગ્ન વિગેરે પ્રસંગોમાં ઘણી આર્થિક નાણાકીય ભીડ ભોગવતા હોય મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે પોલીસ કર્મચારીઓને ચડતા પગાર ચૂકવી આપવા જરૂરી છે જેમ એસ.ટી. ને અન્ય સરકારી કર્મચારીઓને પગાર સાથે બીજા ભથ્થા ચૂકવાતા હોય છે. કોઇ રીતે પોલીસ કર્મચારીઓને પણ લાગુ પડે તો રાહત થાય તેમ છે તેવી જાહેર અપીલ સરકારશ્રીને ગુજરાત રાજયના ધોરાજી પો.સ્ટે. ખાતેના ઓલ ગુજરાત પોલીસ કોન્સ.ના ઉપપ્રમુખ (સુચિત) ઇસ્માઇલ સીદી સુમરા દ્વારા કરાઇ છે.

(11:34 am IST)