Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ગાંધીધામમાંથી ર.૪ર લાખનો દારૂ-બિયર ઝડપાયો

અંજાર પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને તુફાન ગાડી સહિત ૬.૪૭ લાખનો મુદામાલ કબ્જે કર્યોઃ ૧ ઝડપાયો ૩ નાસી છૂટયા

જુનાગઢ તા. ૮ :.. પોલીસ અધિક્ષક ભાવના પટેલની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક ડી. એસ. વાઘેલા સા. અંજર વિભાગ અંજારનાઓન માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેકટર આર. એલ. રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ. એમ. એમ. વાઢેર તથા પોલીસ હેડ કોન્સ. રામદેવસિંહ ઝાલા તથા જગદીશસિંહ સરવૈયા તથા પુનમભાઇ મહેશ્વરી પોલીસ કોન્સ્ટેબલ દેવરાજભાઇ આહીર તથા નરસિંહભાઇ પઢીયાર તથા માલદેભાઇ વાળા તથા ના.પો. અધિ. કચેરી અંજારના પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ જાડેજા વિગેરેએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારના દારૂબંધીના નવા જાહેરનામાની સઘન અમલવારી માટે ખાનગી વાહનથી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ના. પો. અધિ. કચેરી અંજારના પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ જાડેજાને બાતમી મળેલ કે ગોવિંદ ડાહ્યાભાઇ ચંદે રહે, ગણેશનગર શે. નં. ૬ મ. નં. ૩૭ ગાંધીધામ વાળાના સે. નં. ૬ મકાન નં. ૪૦ વાળા મકાનમાંથી અમુક ઇસમો તુફાન ગાડીમાં ગે. કા. રીતે ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી રહેલ છે. જે આધારે રેડ કરત મકાનમાંથી તથા તુફાન ગાડી રજી. નં. જીજે-૧ર-એકસ-૪રર૪ કિ. રૂ. ૪,૦૦,૦૦૦ વાળીમાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની જેમાં (૧) રોયલ ચેલેન્જ વ્હીસ્કી (ર) મેકડોલ્સ નં. ૧ વ્હીસ્કી (૩) રોયલ સ્ટગ વ્હીસ્કી (૪) હેવર્ડસ પ૦૦૦ સુપર સ્ટ્રોગ બીયર એમ વ્હીસ્કીની પેટી નંગ પર બોટલ નંગ ૬ર૪ કિ. રૂ. ર,૧૮,૪૦૦ તથા બીયરની પેટી નંગ-૧૦ ટીન નંગ-ર૪૦ કિ. રૂ. ર૪,૦૦૦ આમ કુલ રૂ. ર,૪ર,૪૦૦ નો પ્રોહી મુદામાલ વેચણ અર્થે કબ્જામાં રાખી તથા મોબાઇલ ફોન નંગ ર કિ. રૂ. પપ૦૦ એમ કુલે રૂ. ૬,૪૭,૯૦૦ ના મુદામાલ સાથે મિતરાજસિંહ પચાણસિંહ સોઢા (ઉ.રર) રહે. સુખપર) જૂનો વારા વૃંદાવનગર તા. ભુજ મુળ રહે. પૈયા તા. ભુજ-કચ્છ વાળાને પકડી પાડેલ જયારે ઇબ્રાહીમ હાસમ રહે. લોટસ કોલોની ભુજ તથા  એક અજાણ્યો ઇસમ નાસી ગયો (૪) ગોવિંદ ઉર્ફે ગવલો ડાહ્યાભાઇ ચંદે રહે, ગણેશનગર સે. નં. ૬ મ.નં. ૩૭ ગાંધીધામ વાળો હાજર ન મળી આવતાં ગાંધીધામ બી. ડીવીઝન પોલીસ સ્ટેશન તથા નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારની કચેરીના સ્ટાફ દ્વારા સંયુકત રીતે સફળ કામગીરી કરવામાં આવેલ છે.

(11:31 am IST)