Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

વાંકાનેરમાં અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં: નવા કામમાં ભેદભાવ ?

વાંકાનર તા. ૮: પાલીકા દ્વારા ભારતીય જનાતા પાર્ટીની પુરી બહુમતી ધરાવતી હોવા છતા વોર્ડ વાઇઝ કામોમાં ભેદભાવ જોવા મળી રહ્યો છે. જેમાં નેશનલ હાઇવેથી મિલપ્લોટ તરફ જતા માર્ગો ઉપરથી ડામર રોડ ગુમ થઇ ચુકયો છેત્યાં હાલ રસ્તાઓ પર ધુળ-પથ્થરો ઉડી રહ્યા છ.ે

જે રોડની બાજુમાંજ આવેલી અને નગર પાલીકાએ શહેર વિસ્તારમાં ભેળવેલી સોસાયટી કે જયાં શહેર ભાજપ પ્રમુખ દીનુભાઇ વ્યાસનું રહેણાંક હોઇ ત્યા તમમ રસ્તાઓ સિમેન્ટ કોક્રીંગથી મઢાઇ ગયા છ.ે જયારે તેજ વિસ્તારની સામે રહેતા માજી નગરપતિ દેવજીભાઇ કુણાપરા કે જેનો રેસિડેન્ટ ગરીબી વિસ્તાર હોઇ, ત્યાં નગર પાલીકાએ ભેદભાવ રાખીને કોઇ રસ્તાના કામો કર્યા નથી વળી તેનું કારણ પણ સમજાતુ નથી.

જયારે હાર્દ સમા ગ્રીન ચોકથી દાણાપીઠ ચોક, દાણાપીઠ ચોકથી રાજકોટ રોડ, વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીનો રસ્તો કે જે પૂર્વ શહેરી વિકાસ મંત્રી અમીતભાઇ શાહની વિકાસ મંત્રી અમીતભાઇ શાહની ગ્રાન્ટમાંથી સિમેન્ટ કોક્રિટથી બન્યા બાદ આજે ગાડામાર્ગમાં ફેરવાઇ ગયો છે જે રસ્તા ઉપર હજારો વાહનોની દરરોજ આવર જવર થાય છે.

તેમજ આ રસ્તા પરથી મામલતદાર કચેરી નામદાર કોર્ટ. રાજકોટ હાઇવે ત્થા સ્કુલો જેવી કે દોશી હાઇસ્કુલ કોલેજ તથા કે.કે. હાઇસ્કુલ અને વિદ્યાભારતી એજયુકેશન સ્કુલ વાંકાનેરની માતબર દોશી આખંની હોસ્પીટલ તથા એસ.ટી.ડેપો પર જવાનો માર્ગ બિસ્માર હાલતમાં કે ત્યાં ૧૦૮ માં કોઇ દર્દીને ગંભીર રીતે ઇજાઓ હોય અથવા ડીલેવરીના કેસોને લઇ જવામાં પણ ગંભીર ખતરો રહે  છ.ે

વોર્ડ નં.૩ ના માજી નગરપતિ જીતુભાઇ સોમાણી અને હાલના ઇન્ચાર્જ ધર્મેન્દ્રસિંહ જાડેજા ચૂંટાયા છ.ે તે વિસ્તારમાં ભૂગર્ભના ખાડાઓ બુરવાનું કામ સિમેન્ટ કોન્ક્રીટથી ચાલી રહ્યું છે જયારે વોર્ડ નં.૪માં આવેલ પ્રતાપ રોડ, ગ્રીનચોક, દાણાપીઠ ચોક બિસ્માર હાલતમાં છે તેજ રીતે વોર્ડ નં.પ ના કુંભારપરા, દિવાનપરા વિસ્તારોમાં કોઇ કામગીરી હાથ ધરાતી નથી.

પેડક વિસ્તાર કે જયાં પાલીકાના માતબર આગેવાન અને મોરબી જીલ્લા ભાજપના ઉપ પ્રમુખના માતબર આગેવાન અને મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ઇન્દુભા જાડેજાના વિસ્તારમાં રસ્તાના બાધકામો થઇ ગયા છે પરંતુ વાંકાનેરના વોર્ડ નં.૪ અને પમાં નગર પાલીકા દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોઇ, રસ્તા-લાઇટ અને ગટરોની ગંદકીના આ સામ્રાજયમાં આ વિસ્તારના નાગરીકો તાત્રી ગયા છ.ેજે રસ્તાઓ બિસ્માર છે તે રસ્તાઓ પર પસાર થતા રાહદારીઓ વાહન ચાલકોમાં તકરારો થાય છ.ે અને વાહનોને પણ ભારે નુકશાન થઇ રહ્યું છે ત્યારે નગરપાલીકાના સતાધિશો તુર્ત ઘટતુ઼ કરે તેવી લોક માંગણી ઉઠી છે.(૬.૪)

જુનાગઢ રામકૃષ્ણ આશ્રમમાં હાડકાના રોગનો નિદાન કેમ્પ

જુનાગઢ તા. ૮ : તળાવ દરવાજા ખાતે આવેલ રામકૃષ્ણ આશ્રમ ખાતેતા.૧૧ મીએ રવિવારના રોજ સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ દરમ્યાન હાડકાના રોગો માટે એક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

ત્રિમૂર્તિ હોસ્પીટલ અને સ્વામિ વિવેકાનંદ કેન્દ્રના સંયુકત ઉપક્રમે યોજનાર મેડીકલ કેમ્પમાં ડો. મહેશભાઇ પરમાર, (હાડકાના સર્જન) ખાસ સેવા આપશે આ કેમ્પમાં અસ્થિ જન્ય રોગ જેવા કે હાડકા, મણકા, સાંધાના તથા સ્નાયુના દર્દથી તકલીફ ભોગવતા દર્દીઓને નિઃશુલ્ક નિદાન કરી આપવામાં આવશે જરૂર જણાયે દર્દીને ફીજીયોથેરાપીસ્ટ ડો. કૃપાલી વઘાસિયા અને ડો.હેમાદ્રી નિમાવત દ્વારા વિનામુલ્યે સારવાર આપવામાં આવશે. સામાન્ય સંજોગોમાં વ્યકિતના શરીરમાં કેલ્શીયમની ઉણપથી હાડકાના દર્દોનો વધારો થતો હોય છ.ે શરીરમાં કેલ્શીયમની માત્રા કેટલી છે. અને હાડકામાં કેલ્શીયમની ઘનતા શું હોય તેની તપાસ માટે સામાન્ય સંજોગોમાં ખર્ચાળ તપાસ પણ વિનામુલ્યે કરી આપવામાં આવશે તેમ કેમ્પના સંકલનકાર અને સ્વામી વિવેકાનંદ કેન્દ્રના સ્વયંસેવક કૈલાસભાઇ અડવાણીની યાદીમાં જણાવાયું છ.ે

સ્થાનીક તંત્ર કયારે જવાબદારી સમાજશે?

કેશોદ તાલુકાના કણેરી ગામના ૭ ખેડુતો પોતાની આજીવીકા સમાન રસ્તાના પ્રશ્ન છેલ્લા-ર -ર વર્ષથી આમ તેમ કચેરીઓએ પોતાની કિમતી સમય બગાડી અને આર્થિક નુકશાની વેઠીને માંગી રહ્યા છે. ત્યારે સ્થાનીક વહીવટી તંત્રની કોઇ જ જવાબદારી નહી? શા માટે હાથ ઉચા કરે છે.સ્થાનીક વહીવટીતંત્ર ? ખેડુતોના માલીકી હકકનો રસ્તો ન હોય તો પણ એકથી વધારે ખેડુતોની આવી માંગણીઓને સંતોષીને રસ્તાની જમીન સંપાદન કરી દેવી જોઇએ તે જવાબદારી સરકારની છે.તેમ વી.ટી.સીડા, કાર્યાલય મંત્રી, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમીતીએ જણાવેલ છે.

માર્શલ આર્ટ એકેડમી દ્વારા બેલ્ટ એનાયત

માર્શલ આર્ટ એકેડેમી ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી વિવિધ બેલ્ટની પરીક્ષામાં કુલ ૩૯ ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને બેલ્ટનું વિતરણ કરેલ જેમાં જુનિયર બ્લુબેલ્ટમાં ૧૪ ગ્રીન બેલ્ટમાં ૮ ઓરેંજ બેલ્ટમાં ૧૧ અને યલ્લો બેલ્ટમાં ૬ વિદ્યાર્થીઓને બેલ્ટ તથા સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બી.બી.એ.દ્વારા ખરી  કમાઇ પ્રોજેકટ

પટેલ કેળવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ બી એડ્.ના મેનેજમેન્ટ ફેકલ્ટીના બીબીએ વિદ્યાર્થીઓ દ્વારા ખરી કમાઇ પ્રોજેકટનું આયોજન કરવામાં આવેલું છે આ પ્રોજેકટ અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાને પસંદ એવી વસ્તુ, ગેમ્સ વગેરેનું તા.૧૦ સુધી વેચાણ કરશે. પરંતુ આ માટે તેને ફાળવવામાં આવેલ બજેટને ધ્યાનમાં રાખી આયોજન કરવાનું રહેશે.

પ્રોજેકટમાં ફેકલ્ટીના કુલ ૧૬ ગ્રુપમાં ૧૩ર જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા છે. જેમાં તેઓ ૧૦૦ કરતા વધુ વિવિધ વસ્તુનું વેચાણ કરશે. જેમાંથી ૧૩ સ્ટોલ કોલેજ કેમ્પસમાં જ જયારે ૧૦ સ્ટોલ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ દ્વારા હોસ્ટેલ કેમ્પસમાં જ રાખવામાં આવ્યા છે ૪ સ્ટોલ રાયજીબાગ ગેઇટ, મોતી પેલેસ, બહાઉદીન કોલેજ, મોતીબાગ વિસ્તારમાં રાખવામાં આવેલ છે.

પ્રોજેકટનું ઉદ્દઘાટન સંસ્થાના પ્રમુખ-મેનેજીંગ ટ્રસ્ટી મોહનભાઇ પટેલ (દાદાજી)તથા ૩ સીટી દ્વારા કરવામ)ં આવ્યું હતું.(૬.૬)

(9:33 am IST)