Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મોરબીના રાજપર (કું) ગામે સોનું ધોવાના બહાને ચીટીંગ કરનાર બે શખ્સોને ગ્રામજનોએ ઝડપ્યા

ગ્રામજનોએ બે ઇસમોને ઝડપી પોલીસને સોપ્યા.

મોરબી જીલ્લાના ગ્રામ્ય પંથકમાં સોનું ધોવાના બહાને છેતરપીંડી આચરતી ટોળકી છાશવારે જોવા મળતી હોય છે ત્યારે આજે મોરબીના રાજપર (કું) ગામમાં સોનું ધોવાના બહાને બે ઈસમો છેતરપીંડી કરવા આવ્યા હોય ત્યારે ગ્રામજનોએ જાગૃતતા દાખવી બંને ઇસમોને ઝડપી લઈને પોલીસને સોપ્યા છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રાજપર (કું) ગામે આજે સોનુ ધોવાના બહાને બે ઈસમો ગ્રામજનોને છેતરવાના ઈરાદે ગામમાં આવ્યા હતા જે શખ્શો અગાઉ પણ ગામમાં આવી ગયા હોય અને એક ઘરમાંથી સોનું લઈને ફરાર થયા હતા જે ઈસમોને ગ્રામજનો ઓળખી ગયા હતા અને ગ્રામજનોએ જાગૃતતા દાખવી હતી તેમજ ગામના સરપંચ મનોજભાઈ ધોરીયાણી સહિતના ગ્રામજનોએ બંને ઇસમોને ઝડપી લઈને પોલીસને જાણ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ ટીમ ગામમાં પહોંચી જતા બંને ઈસમો પોલીસને સોપવામાં આવ્યા હતા
રાજપર (કું) ગામના સરપંચ મનોજભાઈના જણાવ્યા અનુસાર ઈસમો અગાઉ પણ આવા કૃત્ય કરી ચુક્યા હોય જેથી ગ્રામજનોએ આજે જાગૃતતા દાખવી હતી અને બંને ઇસમોને પકડી લઈને પોલીસને સોપવામાં આવ્યા છે ત્યારે મોરબી તાલુકા પોલીસે બંને ઈસમોનો કબજો લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(12:42 pm IST)