Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

કોડીનારના મુળ દ્વારકા બંદરે દ્વારકાધીશ મંદિરે આગની ઘટનાથી અમંગળના એંધાણથી ચિંતા

 કોડીનાર તાલુકાના મુળદ્વારકા બંદરે આવેલ દ્વારકાધીશના પ્રાચીન મુખ્ય મંદિરમાં આગ લાગતા મંદિર અંદર દ્વારકાધીશની પ્રાચીન મૂર્તિના બે ભાગ થઇ જવાની ઘટના ઉપરાંત મિજ મંદિરમાં કપડાથી સુશોભીત કરેલી તમામ ચિજ વસ્તુઓ બળને ખાખ થઇ જતા ભકત્તગણમાં ગમગીની ફેલાઇ ગઇ છે.

કોડીનારનું મુળ દ્વારકા એજ દ્વારમતી હોવાની માન્યતા છે. અહીં દ્વારકાધીશનું જુનું મંદિર આવેલુ છે, જે પુરાતનખાતા હસ્તક છે. આ મંદિરના મુખ્ય ભાગમાં ગઇકાલે બપોરના બારેક વાગ્યા આસપાસ અચાનક આગ લાગી હતી. આગ લાગી હતી કે, લગાડાઇ હતી તેનું કારણ અકબંધ છે, પરંતુ આગના ધુવાડા દેખાતા મંદિરના મહંત સહિતના લોકો પાણી મારો ચલાવતા આગ કાબુમાં આવી ગઇ હતી, પરંતુ નિજ મંદિરનું અંદરનું સુશોભન બળીને ખાખ થઇ જવા ઉપરાંત દ્વારકાધીશની મુખ્ય મૂર્તિના બે ભાગ થઇ ગયા હતા. પ્રાચીનકાળની માન્યતા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણની સોનાની દ્વારીકા અહીંજ હતી, આજેપણ ચોમાસા દરમ્યાન અહીં ખરિયામાંથી સોનાના કણો ઘસડાઇને આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણએ દરિયા માર્ગે દ્વારકા તરફ પ્રયાણ કર્યુ.ઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગ

કોડીનારના મુળદ્વારકા દ્વારકાધીશના મંદિરમાં આગ લાગવા પાછળનુંં કારણ અકળ છે, ત્યારે તેની મૂર્તિના બે ભાગ થવા પાછળ ભવિષ્યમાં અમંગળ થવાના એંધાણ હોવાનું તજજ્ઞો જણાવી રહયા છે.

(11:49 am IST)