Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાના વિજેતાઓને ઈનામો

પોરબંદરઃ. અહીં ચોપાટી દરીયાકાંઠે રાષ્ટ્રીય કક્ષાની દરીયાઈ તરણ સ્પર્ધાની પૂર્ણાહુતિ થઈ હતી. વિજેતાઓનો ઈનામ વિતરણ સમારંભ યોજાયો હતો. અધિક જિલ્લા કલેકટરના હસ્તે ફલેગ ઓફ કરાવીને તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિવિધ એઈજ પ્રમાણેની સ્પર્ધાઓમાં કુલ ૩૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો તો. ૫૦૦૦ મીટર એટલે કે પાંચ કિ.મી.ની સ્પર્ધામાં ૫૦ જેટલા ખેલાડીઓએ ઝંપલાવ્યુ હતું. ૨૦૦૦ મીટરની સ્પર્ધામાં ૫૫ જેટલા જેન્ટસ અને ૧૪ જેટલી લેડીઝે ભાગ લીધો હતો. ૧૦૦૦ મીટરની તરણ સ્પર્ધામાં અલગ અલગ વયની કેટેગરી નક્કી થઈ હતી. જેમાં ૬ થી ૧૪ વર્ષના સ્પર્ધકોમાં ૪૪ છોકરાઓ અને ૨૩ છોકરીઓ જોડાઈ હતી. દરીયામાં યોજવામાં સહિત કુલ ૩૮ સ્પર્ધકોએ દેશના વિવિધ રાજ્યોમાંથી ભાગ લીધો હતો. સ્વીમીંગ પુલની સુવિધા વગર પોરબંદરના બે તરવૈયાઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. જેમાં ૪૧ વર્ષથી વધુ વયની સ્ત્રીઓની સ્પર્ધામાં દક્ષાબેન ચામડીયા ત્રીજા ક્રમે જીત્યા હતા. જ્યારે ૬૧ વર્ષથી વધુ વયના વૃદ્ધોની સ્પર્ધામાં કિશાભાઈ મોરી પણ ત્રીજા ક્રમે વિજેતા બનતા ઈનામો આપી પ્રોત્સાહીત કરાયા હતા. પાંચ, બે અને એક કિ.મી.ની તરણ સ્પર્ધામાં ભાઈઓમાં પ્રથમ અને બીજા ક્રમે આવનાર કર્ણાટકના બે સ્વીમર વચ્ચે માત્ર બે સેકન્ડનો તફાવત જોવા મળ્યો હતો. પ્રથમ ક્રમે તેવી રીતે પેરા સ્વીમરની બે કિ.મી.ની સ્પર્ધામાં વેસ્ટ બેંગાલનો રીમો શહા અને યુવતીઓમાં મહારાષ્ટ્રની ગૌરી વિજેતા રહી હતી, બે કિ.મી.ની નેશનલ સ્પર્ધામાં યુવાનોમાં પ્રથમ અને બીજા ક્રમ વચ્ચે માત્ર બે સેકન્ડનો તફાવત રહ્યો હતો. જેમાં પ્રથમ ક્રમે મહારાષ્ટ્રનો સેલાર અ્ને બીજા ક્રમે નાગર પ્રતિક વિજેતા તેમજ મહિલાઓમાં પ્રથમ ક્રમે મહારાષ્ટ્રની નિકિતા અને બીજા ક્રમે ગુજરાતની વિશ્વા વિજેતા રહી હતી. તરણ સ્પર્ધામાં ૧ કિ.મી.ની સ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષમાં સુરતના જૈનમ, મહારાષ્ટ્રની ગીતા તેમજ ૧૪ થી ૪૦ વર્ષમાં વડોદરાનો શિવમ અને મહારાષ્ટ્રની રૂતુજા તેમજ ૪૦થી ૬૦ વર્ષમાં સુરતનો હરીવાદન અને શ્રી રામ સ્વીમીંગ કલબ દ્વારા આયોજીત તરણ સ્પર્ધાની અન્ય સ્પર્ધામાં ફલેગ ઓફ કમાન્ડિંગ ઓફિસર પ્રશાંતકુમાર, કોસ્ટ ગાર્ડના પ્રતાપકુમાર, આર.ડી.સી. એન.એચ. જોષી, એ.કે. સિંગ, દાતા રીઝવાન આડતિયા વગેરે એ કરેલ હતુ. ઈનામ વિતરણ ડી.આઈ.જી. એ.કે. સિંઘ, કોસ્ટગાર્ડના ઈકબાલસિંગ, મહેતા ગ્રુપના માર્કેટીંગ ડીરેકટર રણધીરસિંહ શીલ્વા આડતિયા, બંકીમભાઈ જોષી વગેરેના હસ્તે કરવામાં આવ્યું હતુ. વિજેતાઓને ઈનામ વિતરણ કરેલ. ઈનામ વિતરણ સમારંભની તસ્વીરો

(7:16 pm IST)