Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

જેતપુર પાસે ૧.૭૭ લાખનો દારૂ પકડાયો

મીની મેટાડોર સહિત ૪.ર૯ લાખના મુદામાલ સાથે ૪ શખ્સો પકડાયાઃ પીએસઆઇ એચ.એ.જાડેજાની ટીમને સફળતા

તા.૮ : તાલુકા પોલીસની ટીમે સાંકળી ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલા મીની મેટાડોર સાથે ૪ શખ્સોને ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદની સુચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ એચ.એ.જાડેજાએ સ્ટાફને સાથે રાત્રીના ચોકીદાર ચેકપોસ્ટ પાસે પેટ્રોલીંગમાં હતા ત્યારે જુનાગઢ તરફથી આવતી અશોક લેલેન્ડ દોસ્ત સફેદ કલરની ગાડીને શંકાના આધારે રોકી તલાસી લેતા તેમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૯૭ તેમજ ચપલા ૧૧૮પ મળી આવતા તાલુકા પોલીસે ડ્રાઇવર સહિત કુલ ૪ શખ્સો ગોપાલભાઇ મકવાણા, ઉદય બાવકુભાઇ શેખવા (રહે.ત્રણે ભાદરના સામાકાંઠા)ને ઇંગ્લીશ દારૂની બોટલો તેમજ મોબાઇલ (૩) અને અશોક લેલેન્ડ સફેદ કલરની ગાડી નં.જીજે-૦૩એએફ-૦૪૦૭ કુલ મળી રૂ.૪.ર૯ લાખના મુદામાલ સાથે ચારેય શખ્સોન ધરપકડ કરી હતી.

આ દારૂ કોની પાસેથી લીધેલ અને કોને આપવા જવાનો હતો તે અંગે પુછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ રેડમાં પીએસઆઇ એચ.એ.જાડેજા, જે.વી.વાઢીયા સાથે સ્ટાફના ભુરાભાઇ માલીવાડ, ધર્મેન્દ્રભાઇ જોડાયા હતા.

(3:52 pm IST)