Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

મોરબી પાસે બસમાં દારૂની હેરાફેરીમાં પકડાયેલ એસટીના ડ્રાઇવર - કંડકટર રીમાન્ડ પર

મોરબી તા. ૮ : મોરબી નજીક એસ.ટી. બસમાં દારૂની હેરાફેરીમાં પકડાયેલ એસ.ટી.ના ડ્રાઇવર તથા કંડકટરને કોર્ટ એક દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

છોટા ઉદેપુરથી મોરબી રૂટની એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે વોચ ગોઠવીે એસટી બસ નં જીજે ૧૮ ઝેડ ૨૫૯૪ મોરબીના ઉંચી માંડલ ગામ નજીક પહોંચી ત્યારે તાલુકા પોલીસે બસને અટકાવીને તલાશી લેતા એસટી બસમાંથી વિવીધ બ્રાંડની વિદેશી દારૂની બોટલ ૧૪૨ નંગ કીમત રૂ. ૨૯,૫૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસની ટીમે બસના ડ્રાઈવર અબુતાલીબ સાલમભાઈ અરબ મુસ્લિમ (ઉ.વ.૪૮) રહે. બરોડા અને કંડકટર અંબાલાલ લલુભાઈ રાઠવા (ઉ.વ.૪૫) જેતપુર જી. વડોદરા વાળાને દબોચી લઈને દારૂનો જથ્થો, મોબાઈલ તેમજ એસટી બસ મળીને ૮,૩૦,૫૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરાયો છે.

પકડાયેલ એસટીના ઉકત ડ્રાઇવર અને કંડકટરને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે બંનેને એક દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. વધુ તપાસ તાલુકાના પીએસઆઇ રાણા ચલાવી રહ્યા છે.

(2:41 pm IST)