Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

જેતપુર પાસે પડધરીમાંથી ચોરી કરેલ બાઇક સાથે અનીલ ડાભી પકડાયો

નવાગઢ તા. ૧૩ : જેતપુર પાસે ચોરાઉ બાઇક સાથે નીકળેલ શખ્સને તાલુકા પોલીસે ઝડપી લીધો હતો.

મિલ્કત સંબંધી ગુન્હા અટકાવવા જીલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ ઙ્ગસૂદની સુચના મૂજબ જેતપુર તાલુકા પો. સ્ટે.ના પો.સબ ઇન્સ. એચ.એ.જાડેજા તથા જે.વી. વાઢિયા  તથા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દેવકી ગામે આવતા એક શંકાસ્પદ સીડી ડીલક્ષ મો.સા. ચાલક નીકળતા સદરહુ મો.સા. ચાલક અનિલ ગોવિંદભાઇ ઙ્ગડાભી રહે. દેરડી ધાર સરકારી આવાસ જેતપુર વાળા પાસે પોતાનાં કબજા-ભોગવટાનું મો.સા રજી નં જીજે-૦૩-બી.કે.- ૩૨૨૫ વાળું આધાર-પુરાવા વગરનું શંકાસ્પદ મળી આવતાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી આગળની તપાસ કરતાં સદરહું મો.સા. આજથી ઙ્ગ૨૦ દીવસ અગાઉ ઙ્ગપડધરી વિસ્તારમાંથી ચોરી થયેલનુ જાણવા મળેલ હોય ઙ્ગપડધરી પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.ઙ્ગ

આ કામગીરીમાં હે.કો ભુરાભાઇ તથા પો.કોન્સ. ધર્મેશભાઇ . રાજુભાઈ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(1:15 pm IST)