Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ગોંડલ કોંગ્રેસ આગેવાનો દ્વારા પરેશ ધાનાણીની વરણીને આવકાર

ગોંડલ તા. ૮ : ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે પરેશભાઇ ધાનાણીની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરતા ગોંડલ શહેર કોંગ્રેસ અગ્રણી જયસુખભાઇ પારઘી (એડવોકેટ), અનિલભાઇ માધડ, સતિષભાઇ બોસ, દિલીપભાઇ સોજીત્રા, લલીતભાઇ પટોળીયા, જયેન્દ્રસિંહ જેઠવા, ફિરોઝ ચોટલીયા, વિનોદભાઇ કાલરીયા, પ્રવિણભાઇ ડાંગર સહિતના કોંગ્રેસ આગેવાનોએ ફટાકડા ફોડી, મીઠાઇ વેંચી શુભકામના પાઠવેલ હતી તેમ જે.કે.પારઘીએ જણાવ્યું હતું.(૨૧.૨૦)

(1:15 pm IST)