Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

વઢવાણના મુસ્લિમ પરિવારના ૩ બાળકો ગુમ થયા બાદ હેમખેમ પરત મળ્યા

વઢવાણ તા. ૮ : વઢવાણ શહેરના અબોલ પીર ચોકથી લઇને મોટા પીર ચોક વચ્ચે રહેતા ત્રણ બાળકો શેરીમાં રમતા રમતા અદ્રશ્ય થઇ ગયા હતા ત્યારે બાદ ત્રણેયની શોધખોળ આદરી હતી.

ગુમ થયેલા બાળકોના માતા-પિતા રાત્રીના વઢવાણ પોલીસ મથકે દોડી ગયા હતા જેઓના સાથે લતાવાસીઓ પણ દોડી ગયેલ અને વઢવાણ પોલીસ મથકે મુસ્લિમ પરિવારના ત્રણ બાળકો ગુમ થવાના મામલામાં પોલીસ મથકે ઉમટી પડયા હતા. બાદમાં પોલીસને ત્રણ બાળકો ગુમ થયાના મેસેજ મળતા વઢવાણ પોલીસ તંત્રના શ્વાસ પણ અધ્ધર થઇ ગયા હતા.

મોડી રાત્રીના સમય સુધી તપાસનો દોર ચાલતો હતો ત્યારે આ બાળકો સાંજની ટ્રેન મારફતે ચુડા ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ આ બાળકો રાત્રીના ટ્રેનમાં પરત રેલવે સ્ટેશન વઢવાણ ટ્રેનમાં ઉતર્યા હતા ત્યારે માતા-પિતા અને પોલીસનો શ્વાસ હેઠો બેઠો હતો.

વઢવાણમાં બાળકો ગુમ થવાના સમાચાર વાયુવેગે ફેલાતા ગામના લોકો પણ પોતપોતાના બાળકોને પાસે રાખી અને બાળકો ગુમ થયા હોવાની ચર્ચામાં જોતરાઇ ગયા હતા ત્યારે વઢવાણથી બાળકો રાત્રીના મળ્યા બાદ આજે સવારથી જ ચર્ચાઓ શેરીઓમાં ચાલી રહી છે.(૨૧.૨૧)

(1:15 pm IST)