Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

એસ્સાર પોર્ટે સલાયા અને વિઝાગ ટર્મિનલમાં રૂ. ૨,૮૦૦ કરોડનું રોકાણ પૂર્ણ

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં આવકમાં ૩૦ ટકા વધારો થવાની અપેક્ષાઃ એસ્સાર પોર્ટની વર્તમાન ક્ષમતા : ૮૨ એમટીપીએ છે, જે વિઝાગ ટર્મિનલ કાર્યરત થવાની સાથે મહિનાના અંતે ૯૦ એમટીપીએ થશે

જામનગર તા. ૮ : એસ્સાર પોર્ટ્સ લિમિટેડ (ઇપીએલ)એ આજે જણાવ્યું હતું કે, કંપનીએ સલાયા અને વિઝાગ ટર્મિનલ પ્રોજેકટમાં રૂ. ૨,૮૦૦ કરોડનું રોકાણ કર્યું છે, જે બંને પ્રોજેકટ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કંપનીની આવકમાં ૩૦ ટકા સુધીનો વધારો કરવાની સંભવિતતા ધરાવે છે.

ઇપીએલનાં સીઇઓ શ્રી રાજીવ અગ્રવાલે કહ્યું હતું કે 'ભારત સરકારે અને આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બંદર-સંચાલિત વિકાસ લક્ષ્યાંકોનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેને આ બંને સંપૂર્ણપણે સંકલિત અને ઓટોમેટિક સુવિધા ધરાવતા સયાલા અને વિઝાગ પોર્ટ સુસંગત છે. તે એસ્સારનાં રાષ્ટ્રીય મહત્ત્વનાં વૈશ્વિક કક્ષાનાં મુખ્ય ક્ષેત્રની અસ્કયામતોનું નિર્માણ કરવાનું વિઝન પણ ધરાવે છે.'

ઇબીટીએસએલએ તાજેતરમાં તેનું પ્રથમ જહાજને ગોદીમાં પ્રવેશ આપીને સલાયામાં તેનાં ૨૦ મિલિયન ટન ડ્રાઇ બલ્ક ટર્મિનલમાં વાણિજિયક કામગીરી શરૂ કરી હતી, જેની ડિઝાઇન કેપસાઇઝ જહાજને જગ્યા મળે એ રીતે ડિઝાઇન કરેલ છે, જેનો ટર્નએરાઉન્ડ ટાઇમ બે દિવસથી ઓછો છે, જે સ્થાનિક ઉદ્યોગને સ્પર્ધાત્મક લાભ પૂરો પાડે છે.

રૂ. ૨,૦૦૦ કરોડનાં ખર્ચ પર નિર્મિત સલાયા ટર્મિનલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડ્રાઇ બલ્ક કાર્ગોની શિપમેન્ટ માટે અતિ પસંદગીનાં ડીપ ડ્રાફટ પોર્ટ તરીકે બહાર આવશે એવી અપેક્ષા છે. તે ૧૦૦,૦૦૦ ટન ડીડબલ્યુટી સુધીનાં જહાજોની ક્ષમતા ધરાવે છે, ત્યારે કોલસો, બોકસાઇટ, ચૂનાનો પત્થર અને ખાતરો જેવી ચીજવસ્તુઓનું સંચાલન કરે છે, જેમાં આયાત-નિકાસ એમ બંનેની કાર્ગો સામેલ છે.

બંદરનું માળખું શ્રેષ્ઠ છે અને આંતરરાષ્ટ્રીય સલામતીનાં ધારાધોરણોનું પાલન કરે છે. તે બે સ્ક્રૂ ટાઇપ શિપ અનલોડર્સ સાથે સજ્જ છે, જે દરેકની ક્ષમતા ૨,૫૦૦ ટીપીએચ (કલાકદીઠ ટન) છે, એક ૧,૫૦૦ ટીપીએચ શિપ લોડર છે, ૫૦૦૦ ટીપીએચની ક્ષમતાની ૨૦ કિમીને આવરી લેતી કન્વેયર સિસ્ટમ ધરાવે છે, ધૂળ દબાવવાની અને નિષ્કરણ સિસ્ટમ ધરાવે છે અને સ્ટેકર કમ રિકલેઇમર્સની સીરિઝ ધરાવે છે. સ્ટોકયાર્ડ નજીકનાં પાવર પ્લાન્ટ સાથે સંકલિત છે, જે ૧,૭૧૦ મેગાવોટની સંચિત ક્ષમતા ધરાવે છે, જેમાં કોલસાની પર્યાવરણને અનુકૂળ અવરજવર સુનિશ્ચિત કરવા કન્વેન્યર સિસ્ટમ છે. કન્વેયર જટિલ ૨૦-કિમીનું નેટવર્ક ધરાવે છે, જે જમીન અને દરિયા એમ બંનેમાં પ્રસરેલ છે તથા એકસમાન જેટીમાં કાર્ગો લોડિંગ અને અનલોડિંગ માટે સક્ષમ છે.

ઇબીટીએસએલનાં સીઇઓ કેપ્ટન દીપક સચદેવે કહ્યું હતું કે 'આ અસ્કયામતની વ્યાવસાયિક સંભવિતતા પુષ્કળ છે, કારણ કે આ વિસ્તારમાં એ પ્રથમ ડીપ ડ્રાફટ ટર્મિનલ છે. ઝડપી ટર્નએરાઉન્ડ અને ૧૦૦,૦૦૦ ડીડબલ્યુટી સુધીનાં જહાજનું સંચાલન કરવાની અમારી ક્ષમતા અમારાં ગ્રાહકોને સ્પર્ધાત્મક લાભ પ્રદાન કરશે.'(૨૧.૨૩)

(1:13 pm IST)