Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

પાક જેલમાંથી બીજા તબક્કાના ૧૪૭ માછીમારો મુકતઃ ગુરૂવારે વતન પહોંચશે

માછીમાર વાઘા બોર્ડરે ભારતને સોપ્યા બાદ બસ દ્વારા બરોડા અને ત્યાંથી ટ્રેઇન મારફત વેરાવળ પહોંચશેઃ હજુ ૩૦૦ માછીમારો પાક જેલમાં

પાકિસ્તાન જેલમાંથી મુકત માછીમારો વાઘા બોર્ડરે પહોંચ્યાઃ પોરબંદરઃ પાકિસ્તાન જેલમાંથી મુકત થયેલ ૧૪૭ માછીમારો આજે વાઘા બોર્ડરે આવી પહોંચ્યા તેની તસ્વીરો.

પોરબંદર તા.૮: પાકિસ્તાનની જેલમાંથી મુકત ૨૯૧ માછીમારો પૈકી બીજા તબકકકાના ૧૪૭ માછીમારોને મુકત કરી દેવામાં આવેલ છે તેઓને કરાંચી બાદ વાઘા બોર્ડરે ભારત સરકારને સોંપી દેવામાં આવશે. ત્યાંથી બરોડા બસમાં લઇ જવાશે બરોડાથી ટ્રેઇન દ્વારા વેરાવળ લાવીને પોતાના વતન મોકલાશે.પાક મરીન દ્વારા બોટ સાથે અપહરણ કરેલ માછીમારોને સજા પૂર્ણ થતા છોડી દેવામાં આવે છે પરંતુ કિંમતી બોટ પરત આવતી નથી. આવી ૧૦૨૧ બોટ પાકિસ્તાન સરકાર પાસે ભંગાર હાલતમાં છે પાકિસ્તાને અપહરણ કરેલ કેટલીક બોટોની હરરાજી કરીને વેંચી નાખી છેપાકના કબજામાં રહેલ બોટોની મુળ કિંમત ૪૦૮ કરોડ થવા જાય છે જેમાંથી પોરબંદરની કુલ બોટોની કિંમત ૩૨૦ કરોડ જેપ્ત થાય છે.કચ્છના દરિયામાં પાકિસ્તાનના સીંધુ નદીનું પાણી આવતું હોય અને છીછરા તથા હુફાળા પાણીવાળા દરિયામાં ઝીંગા સમળા જેવી કિંમતી માછલી મળે છે જેની લાલચમાં માછીમારો બોર્ડર સુધી ચાલ્યા જાય છે.

(4:03 pm IST)