Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

જામનગરમાં જયોતિષના ધતિંગ ખૂલ્લા પાડતી વિજ્ઞાન જાથાઃ ૧૧૧૧મો પર્દાફાશ

રાજકોટ, તા. ૮ : જામનગર વિસ્તારના ગુલાબનગર, રામવાડીમાં છેલ્લા ર૦ વર્ષથી મંત્ર-જાપ, હોમ-હવન,  ગ્રહ-પિતૃદોષ નડતર દૂર કરવાના કિયાકાંડો કરી લોકોને ભ્રમણામાં નાખી છેતરપીંડી આચરતા હિતેષ લાભશંકર જોષી જયોતિષીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે, સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશન, ગુલાબનગર પોલીસ ચોકીની મદદથી ૧૧૧૧મો સફળ પર્દાફાશ કર્યો હતો.

પીડીત મહિલાએ જયોતિષીને ચાર-પાંચ લાફા જીંકી દીધા હતાં. ભોગ બનેલ પરિવારને મંત્ર-જાપના લીધેલા રૂપિયા ૧૬૦૦૦ પરત આપવાની નોબત આવી હતી. હોમ-હવન કરતી વખતે યજમાન પાસે દલિતના ઘરનું પાણી પીવાથી આભડછટ દૂર કરવાની વિધિથી કાયદાની ચુંગાલમાં આવતા કાયમી ધતિંગ લીલા બંધની કબુલાત આપી દીધી હતી.

રાજકોટ સ્થિત જાથાના પ્રદેશીક કાર્યાલય જામનગરથી સથવારા જ્ઞાતિની તબીબી મહિલાએ પોતાની આપવીતી જાહેર કરતા આ સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ વિશેષ પુરાવા એકઠા કરવા ડમી દંપિતને જયોતિથી હિતેષ મહારાજ પાસે બનાવટી હક્કિત મુકતા હિતેષ મહારાજે મંત્ર-જાપ, હોમ-હવન કરવા પડશે તેના રૂ.૧૬૦૦૦ની માંગણી મુકી હતી. છેલ્લા બેમાસથી જયોતિષીના ઘરે જઇ જાથાએ પુરાવા મેળવી લીધા હતા. તેમાં ન્યોતિષી દુઃખી, નબળા મનના લોકોને પિતૃ નડતર, ગ્રહોની દશા પ્રમાણે નડતર દૂર કરવા ૧૧૦૦૦ થી ૨,૫૦,૦૦૦ મંત્રજાપ કરવા પડશે. હોમ-હવન, ગ્રહોના નેત્રની વીટીં પોતાના માનીતા સોની પાસે કમીશન વસૂલતો હતો.

સબળ પુરાવા આવી જતા જામનગર સીટી 'બી' ડીવીઝન પોલીસને જાણ કરી ગુલાબનગર પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.ડી.લાડુમોર, હેડ કોન્સ્ટે, ચનુભા જાડેજા, હેડ કોન્સ્ટે વસંતભાઇ ગામીત, હેડ કોન્સ્ટે. રાજદિપસિંહ ગોહિલને સાથે રાખી જાથાએ આ ઓપરેશનપાર પાડ્યૂ હતુ.

જયોતિથી ભાંગી પડ્યો હતો અને ડાયમી ધતિંગલીલા બ્રધની જાહેરાત કરી દીધી જયોતિષી હિતેષ માત્ર પોતાનુ ગુજરાન ચલાવવા છેતરપીંડી આચરતો હોવાનું ખુલ્યુ હતું.

જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જયોતિથી હિતેષ લાભ શહેર જોષી પાસે પોતાના હાથે લખેલુ સ્વૈચ્છિક કબુલાત નામુ લીધુ હતુ. જાહેરમાં ભોગ બનેલાની હાથ જોડી  જયોતિષીએમાંફી માંગી લીધી હતી. ભવિલામાં ગોરળધંધા કરશે નહિ તેવી ખાત્રી આમ દીધી હતી. ગુલાબનગર પોલીસ ચોકીના પોલીસ સ્ટાફે સંયમપૂર્વક વ્યવહાર કરી પીડીતોને ન્યાય અપાવ્યો હતો. રૂપિયા પરત મળી જતા દંપતિએ પણ ફરિયાદ ન કરવાનું મુનાસીબ માન્યુ હતુ. જાથાને જીલ્લા પોલીસ અધિકાર, સીટી 'બી'ડીવીઝન ગુલાબનગર પોલીસ ચોકીના સ્ટાફ જીલ્લા પોલીસ કંટ્રોલરૂપો આભાર માન્યો હતો.

જાથાના અજય ચેરમેન જયંતિ પંડ્યાના વડપણ હેઠળ વિનુભાઇ ઉપાધ્યાય, ભાવનાબેન વાઘેલા વકીલ, મનસુખભાઇ ખેતાભાઇ, ભાનુબેન ગોહિલ, એકલેશ ગોહિલ તથા ગુલાબનગર પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડીડી.લાડુ મોર, ચનુભાઇ જાડેજા હેડ.કોન્સ્ટે. વસંતભાઇ ગામીત હે.કોન્સ્ટે. રાજદિપસિંહ ગોહિલ હેડ.કોન્સ્ટે. પર્દાફાસમાં ઉત્તમ કામગીરી કરી હતી. જાથાનો ૧૧૧૧મો સફળ પર્દાફાસ થયો હતો.

છેતરાયેલા લોકોએ પોતાની મહિતી વિજ્ઞાન જાથા, પો.બો.નં.૩૨૫ રાજકોટ-૧, મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.(૧.૧૧)

(1:12 pm IST)