Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

અમદાવાદના ગુન્હામાં ફરાર શખ્સ જામનગરથી ઝડપાયો

જામનગર તા.૮ : પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળ તથા મદનીશ પોલીસ અધિક્ષક જામ.શહેર વિભાગ અધિક પો.અધિ. સા.ઉમેશ પટેલ સા.ની ુચનાથી જામનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપી પકડવા જામ.સીટી બી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર આર.જે. પાડરને સુચના કરેલ હોય. જે અન્વયે પો.ઇન્સ. આર.જે. પાડનરનાઓએ સીટી બી ડીવી. પોસ્ટે.ના ડી. સ્ટાફને નાસ્તા ફરતા આરોપી પકડવા સુચના કરેલ હોય જે સુચનાના આધારે તા. ૬/૧/ર૦૧૮ ના રોજ પેટ્રોલીંગ હતા દરમ્યાન સાથેના પો.કોન્સ. રાજેશભાઇ દુર્લભજીભાઇ વેગડ તથા જોગીન્દ્રસિંહ ચૌહાણ બન્ને સંયુકત ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે અમદાવાદ શહેર સરદારનગર પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુ.ર.ન.૧/ર૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૦૭ વિ.કામનો આરોપી રવિ ઉર્ફે ભીમો બાબુ રાણા રહે. સરદારનગર આબાવાડી ભીલવાસ વાળો ગુનો કરી અત્રે જામનગર ગરીબનગર પાણાખાણ રહેતો ઘનશ્યામ પીતાજી રાણાના રહેણાક મકાને આવેલ હોવાની હકીકતના આધારે ઉપરોકત આરોપીને તા.૭/૧/ર૦૧૮ ના કલાક ૩ વાગ્યે ઉપરોકત ગુનાના કામે સીઆરપી સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ઉપરોકત કામગીરી જામનગર સીટી બી ડીવી પોલીસ ઇન્સ્પેકટર આર.ેજે.પાડર, તેમજ પો.સબ. ઇન્સ સોનરાત તથા ડી સ્ટાફના એ.એસ.આઇ. પી.એમ. જાડેજા પો.હેડ કોન્સ ડી.ડી.જાડેજા ત્થા ભથીરથસિંહ જાડેજા તથા પો.કો. રાજેશભાઇ દુર્લભજીભાઇ વેગડ તથા જોગીન્દરસિંહ ચૌહાણ તથા પો.કોન્સ. હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા તથા જયપાલસિંહ કનકસિંહ જાડેજા તથા ભુપતભાઇ પાટડીયા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.(૬.૧૫)

(1:11 pm IST)