Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

જુનાગઢ ગાદલા નીચે છુપાવેલ દારૂનો જથ્થો જપ્તઃ વાહન ચાલક ફરાર

જુનાગઢ તા. ૮ : જુનાગઢ રેન્જના આઇ.જી.પી.ડો. રાજકુમાર પાન્ડીયનની સુચનાથી જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ યજવામાં આવેલ પ્રોહી ડ્રાઇવ દરમિયાન માંગરોળ ડીવીઝનના ડી.વાય.એસ.પી. એચ.એમ.જાડેજાના સુપરવીઝન હેઠળ પ્રોહી પ્રવૃતિ નાબુદ કરવા ડ્રાઇવનું આયોજન થયેલ તે દરમિયાન માળીયા હાટીના પો.સ્ટે.ના પો.સબ ઇન્સ એન.કે.વિંઝુડા તથા પો.હેડ કોન્સ. દિલીપભાઇ કાગડા તથા પો.કોન્સ.યોગેશભાઇ કેશવાલા તથા કનકસિંહ ગોહીલએ મળેલ બાતમી હકીકત આધારે આજરોજ રાત્રીના ક.૩ના સુમારે માળીયા હાટીના ટાઉનમાં રેલ્વે ફાટક સામે એક ખુલ્લા ઠાઠાવાળા ટાટા ઝેનોન યોધ્ધા વાહન એન્જીન નં. જેએસવાય.૬૩ર૭૦૬ તથા ચેસીસ નં.એમએટી. ૪૬૬૦રએચએસ જે૧૧પ૪૭ વાળા વાહનના ઠાઠામાં ગાદલાઓ નીચે છુપાવેલ ભારતીય બનાવટના પરપ્રાંતના ઇંગ્લીશ પીવાના દારૂની જુદી જુદી બ્રાન્ડની કાચની બોટલ નંગ ૪ર કિ. રૂ. ર,૦૮,૮૦૦ તથા ગાદલા નંગ-રપ કિ.રૂ.રપ૦૦ તથા ટાટા ઝેનોન યોધ્ધા વાહન કિ. રૂ.૮,૦૦,૦૦૦ સહીત કુલ કિ. રૂ.૧૦,૧૧,૩૦૦ ના ગે.કા.પ્રોહી મુદામાલ પકડીપાડેલ આ રેઇડ દરમ્યાન વાહન ચાલક અજાણ્યો આરોપી વાહન મુકી નાસી ગયેલ છે. તપાસ પો. સબ. ઇન્સ. એન.કે.વિંઝુડા માળીયા (હા.) ચલાવે છ.ે(૬.૧૭)

(1:11 pm IST)